Home /News /gujarat /

Ahmedabad Crime: અમરાઈવાડીમાં પિતરાઈ ભાઈ એ આધેડ પર જ્વલનશીલ પદાર્થ નાખી દીવાસળી ચાંપી દીધી

Ahmedabad Crime: અમરાઈવાડીમાં પિતરાઈ ભાઈ એ આધેડ પર જ્વલનશીલ પદાર્થ નાખી દીવાસળી ચાંપી દીધી

વિનોદ‌િસંગ બૂમાબૂમ કરતાં રઘુનંદનનાં ભાભી તેમજ તેની બહેન અને આસપાસના લોકો બચાવવા જતાં તેઓ દાઝી ગયાં હતાં

અમદાવાદ શહેર (Ahmedabad News)ના અમરાઈવાડી વિસ્તારમાં આ કહેવતને સાર્થક સાબિત કરતો કિસ્સો સામે આવ્યો છે. વટવા રેલવે સ્ટેશનના સુપરિન્ટેન્ડેન્ટને પિતરાઈ ભાઈએ  જ્વલનશીલ પદાર્થ નાખી જીવતો સળગાવી દેવાનો પ્રયાસ કર્યો છે.

કહેવાય છે કે 'જળ, જમીન અને જોરૂ આ ત્રણેય કજિયા ના છોરું'. અમદાવાદ શહેર (Ahmedabad News)ના અમરાઈવાડી વિસ્તારમાં આ કહેવતને સાર્થક સાબિત કરતો કિસ્સો સામે આવ્યો છે. વટવા રેલવે સ્ટેશનના સુપરિન્ટેન્ડેન્ટને પિતરાઈ ભાઈએ  જ્વલનશીલ પદાર્થ નાખી જીવતો સળગાવી દેવાનો પ્રયાસ કર્યો છે. વતનમાં સુપરિન્ટેન્ડેન્ટ મકાન બનાવતા હતા, જેથી પિતરાઈ ભાઈને મનદુઃખ થયું હતું. આ બાબતે જ્વલનશીલ પદાર્થથી થયેલા હુમલામાં ગંભીર રીતે દાઝી ગયેલા સુપરિન્ટેન્ડેન્ટને 108ની મદદથી એલ.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અમરાઈવાડી પોલીસે હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

રામોલ વિસ્તાર માં રહેતા વિનોદસિંગ રાજપૂતે રઘુનંદન રાજપૂત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. વિનોદ‌િસંગ રાજપૂત વટવા રેલવે સ્ટેશન ખાતે સુ‌પિરિન્ટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવે છે. વિનોદ‌િસંગના વતનમાં મકાન ઉપર બીજો માળ બનાવવાનું કામ ચાલતું હતું. વિનોદ‌િસંગના કાકા ફૂલસિંગના દીકરા રઘુનંદન ઉર્ફે ટીપુને મકાનનું કામ કરાવતા હતા, તેમાં મનદુઃખ થયું હતું એટલે તે અવારનવાર વિનોદ‌િસંગના પિતાને કહેતો હતો કે કોને પૂછીને મકાનનું કામ કરાવે છે. આ બાબતે રઘુનંદન વિનોદ‌િસંગના પિતાને જેમ ફાવે તેમ બોલતો હતો.

આ પણ વાંચો- Rajkot: દાઝેલા દર્દીઓ માટે ખૂબ જ સારા સમાચાર, રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે સ્કિન બેન્ક કાર્યરત થશે

ગઈ કાલે રઘુનંદન વિનોદ‌િસંગને ફોન કરીને મકાન બાબતે બોલવા લાગ્યો હતો. જેથી વિનોદ‌િસંગે તેને કહ્યું કે તું મારા પ્રત્યે કેમ ઈર્ષા કરે છે, જેથી તેણે આવેશમાં આવીને કહ્યું કે તું તારા ઘરે હાજર રહે, હું તને મળવા આવું છું. આમ કહીને તે વસ્ત્રાલથી રાતે વિનોદ‌િસંગના ઘરે આવ્યો હતો, જેથી વિનોદ‌િસંગ રઘુનંદનને સમજાવવા આવ્યો ત્યારે રઘુનંદન તેની બહેન સાથે વાત કરતો હતો. આ સમયે અચાનક રઘુનંદને તેની પાસે રહેલો જ્વલનશીલ પદાર્થ, જે પેટ્રોલ જેવો હતો તે વિનોદ‌િસંગ પર ફેંક્યો હતો અને એકદમ દીવાસળી સળગાવીને તેમના પર ફેંકતાં તેમનાં કપડાંને આગ લાગી ગઈ હતી.

આ પણ વાંચો- Parliamentary party meeting : બીજેપી સાંસદોના બાળકોને ટિકિટ ન આપવી પાપ છે, તો હા મેં પાપ કર્યું : પીએમ મોદી

વિનોદ‌િસંગ બૂમાબૂમ કરતાં રઘુનંદનનાં ભાભી તેમજ તેની બહેન અને આસપાસના લોકો બચાવવા જતાં તેઓ દાઝી ગયાં હતાં. આ વખતે રઘુનંદન જતાં જતાં હું તને જીવતો નહીં રહેવા દઉં તેવી ધમકી આપીને નાસી ગયો હતો. ત્યારબાદ વિનોદ‌િસંગને 108 મારફતે એલ.જી. હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગયાં હતાં, જ્યાં હાથ-પગ તેમજ શરીરના ભાગે દાઝી ગયા હતા. હાલમાં તેમની સારવાર ચાલુ છે. સારવાર દરમિયાન વિનોદ‌િસંગ પિતરાઈ ભાઈ રઘુનંદન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હત્યાની કોશિશનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad Crime latest news, Ahmedabad news, Gujarati news, અમદાવાદ ક્રાઇમ, અમદાવાદ પોલીસ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन