Home /News /gujarat /Gujarat Drugs Smuggling: પાકિસ્તાની ખલાસીઓએ કર્યો ખુલાસો, ડ્રગ્સ માફિયાઓ દ્વારા મળી ખાસ ટ્રેનિંગ

Gujarat Drugs Smuggling: પાકિસ્તાની ખલાસીઓએ કર્યો ખુલાસો, ડ્રગ્સ માફિયાઓ દ્વારા મળી ખાસ ટ્રેનિંગ

આરોપીઓ અગાઉ આફ્રિકા, સોમાનીયા, કતાર દુબઇ જઇ આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે.

Heroin floating Gujarat: ગઈકાલે મળેલા બે ડ્રગ્સ ભરેલા કોથળા બાબતે તપાસ કરતા આ હકીકતો સામે આવી હતી. જેથી આ ડ્રગ્સના કોથળા ફેંકવા બાબતે તપાસ કરાતા બે કોથળા મળી આવ્યા હતા. શિયાળ ક્રિક ખાતેથી મળી આવેલા આ બે કોથળા ડુબાડી દેવાની જગ્યાથી 40થી 45 નોટિકલ માઈલ દૂરથી મળી આવ્યા હતા.

વધુ જુઓ ...
ગેરકાયદે ભારતીય જળ સીમામાં ઘુસેલા પાકિસ્તાની (Pakistan)ઓએ દરિયામાં ફેંકેલું ડ્રગ્સ (Drugs smuggling) મળી આવતા એટીએસ (ATS)એ કાર્યવાહી હાથ ધરી છે. ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા પાકિસ્તાનીઓએ ડ્રગ્સનો જે જથ્થો દરિયામાંઆ ફેંક્યો હતો તે કબ્જે કરાયો છે. ભારતીય જળ સીમા (Indian Water Boundary)માં ડૂબાડવામાં આવેલા 250 કરોડના હેરોઇનના જથ્થાને કબ્જે કરી એટીએસએ વધુ તપાસ હાથ ધરી છે.

કોઈ પણ એજન્સીઓને જોઈને આ પાકિસ્તાનીઓ કેવી રીતે દરિયામાં ડ્રગ્સનો જથ્થો ફેંકી દેતા તે જાણી પોલીસ પણ ચોંકી ગઈ હતી. આરોપીઓ પાકિસ્તાન સ્થિત ડ્રગ્સ માફિયા (Pakistani drug mafia) પાસેથી પાકિસ્તાનના પિશકાન, ગ્વાદર બંદરથી અલ નોમાન બોટમાં માદક પદાર્થ (Drug)નો જથ્થો ભરી ગુજરાત (Gujarat Drugs smuggling)ના જખૌના દરિયામાં ડિલિવરી કરવા આવ્યા હતા.

જેની બાતમીના આધારે કોસ્ટગાર્ડ (Indian Coastguard) અને એટીએસ એ ઓપરેશન હાથ ધર્યું હતું. આ બોટને એટીએસ અને કોસ્ટગાર્ડ એ આંતરી લઈ સર્ચ કરતા કોઇ માદક પદાર્થ પહેલા મળી આવ્યો નહોતો. જેથી એટીએસ એ આ અંગે ગેરકાયદે ભારતીય જળ સીમામાં ઘૂસણખોરી કરવાનો ગુનો નોંધી આરોપીઓની પૂછપરછ હાથ ધરી હતી. ત્યારે આ પાકિસ્તાની ખલાસીઓ (Pakistani sailors)એ એજન્સીઓની બોટ તેમની તરફ આવતી જોતા જ ડ્રગ્સના બે કોથળા દરિયામાં ફેંકી દીધા હતા.

ભારતીય જળ સીમામાં ડૂબાડવામાં આવેલા 250 કરોડના હેરોઇનનો જથ્થો.


ગઈકાલે મળેલા બે ડ્રગ્સ ભરેલા કોથળા બાબતે તપાસ કરતા આ હકીકતો સામે આવી હતી. જેથી આ ડ્રગ્સના કોથળા ફેંકવા બાબતે તપાસ કરાતા બે કોથળા મળી આવ્યા હતા. શિયાળ ક્રિક ખાતેથી મળી આવેલા આ બે કોથળા ડુબાડી દેવાની જગ્યાથી 40થી 45 નોટિકલ માઈલ દૂરથી મળી આવ્યા હતા.

જેથી આ અંગે કોસ્ટગાર્ડ, મરીન પોલીસ સહિતની એજન્સીઓએ એટીએસને જાણ કરતા આરોપીઓની પૂછપરછ શરૂ કરાઇ હતી. જેમાં આરોપીઓએ જ આ ડ્રગ્સનો મુદ્દામાલ ફેંકી દીધો હોવાની કબૂલાત કરી હતી. જેથી ગુજરાત એટીએસ એ બે થેલામાં રહેલા 49 જેટલા પેકેટમાં 250 કરોડનું 50 કિલો હેરોઇન કબ્જે કરાયું હતું.

આ પણ વાંચો- પીએમ મોદીએ 1, 2, 5, 10 અને 20 રૂપિયાના ખાસ સિક્કા જાહેર કર્યા

આરોપીઓ ઇરાન બોર્ડર (Iran border) નજીકથી નિકળ્યા હતા અને વેસ્ટ બાજુ જવાના હોવાનું પણ સામે આવ્યું છે. એજન્સીઓની મોટી બોટ જોતા જ આરોપીઓએ દોરી બાંધી આ ડ્રગ્સ ભરેલા કોથળા ફેંકી દીધા હતા. જે દોરી વડે બાંધી તેઓ ફેંકી દે અને તેના પર એક બોલ બાંધી દેતા જેથી આ જથ્થો તેમના અન્ય સાગરીતો ફરી મેળવી શકે.

બે થેલાની સાથે એક બેગ તોડેલું હતું. જે આરોપીઓએ ટેસ્ટિંગ માટે તોડ્યું હતું અને તે બેગ પાણીમાં નાખી દીધા બાદ તેમાં પાણી ભરાઈ ગયું હતું. ટંડેલ અક્રમ એ આ બેગ દરિયામાં નાખી દીધું હોવાનું સામે આવ્યું છે. અને આરોપીઓને આની ટ્રેઇનિંગ અને ઇન્સ્ટ્રક્શન પણ આપવામાં આવે છે.

આ પણ વાંચો- દીવના દરિયામાં ન્હાવા પર પ્રતિબંધ

આરોપીઓ અગાઉ આફ્રિકા, સોમાનીયા, કતાર દુબઇ જઇ આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. અગાઉ ગુજરાતના દરિયા કિનારે કે અન્ય કોઈ જગ્યાએ કેટલી વાર ડ્રગ્સ આપી ચુક્યા છે તે બાબતે તપાસ શરૂ કરાઇ છે. તો બીજીતરફ તપાસમાં આ જથ્થો પાકિસ્તાની ડ્રગ માફિયા રાહીદ અને શહાબ દ્વારા મોકલવામાં આવ્યો હોવાનું પણ સામે આવતા એટીએસ એ તે દિશામાં પણ તપાસ તેજ કરી છે.
Published by:Rakesh Parmar
First published:

Tags: Ahmedabad crime Ahmedabad News, Ahmedabad news, Drugs racket, Gujarat Drugs, Gujarati news