Home /News /gujarat /

Gujarat Alert before PM Modi Visit: પીએમ મોદીના આવતા પહેલા ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી, મહિલા સહિત ચાર શંકાસ્પદોની અટકાયત

Gujarat Alert before PM Modi Visit: પીએમ મોદીના આવતા પહેલા ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી, મહિલા સહિત ચાર શંકાસ્પદોની અટકાયત

પીએમ મોદી

Gujarat on Alert: ભાવનગર, અમદાવાદના પણ બે લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ચારેયની શંકાસ્પદ ગતિવિધિઓને કારણે પૂછપરછ કરવામાં આવી છે.

    વડોદરા: વડાપ્રધાન મોદી (PM Modi Gujarat Visit ) તારીખ 17 અને 18 જૂનના રોજ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તે પહેલા ગુજરાત એટીએસ (Gujarat ATS) દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુજરાત એટીએસએ એક મહિલા સહિત ચાર શંકાસ્પદ લોકોની પૂછપરછ કરવામાં આવી છે. આ શંકાસ્પદ વ્યક્તિઓ વડોદરા, અમદાવાદ, ભાવનગરના છે. વડોદરાના ડૉ. સાદબ પાનપાલા આ સાથે શહેરના ફતેહગંજથી એક યુવતીની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. પાનવાલાની આ પહેલા 2008 સિરિયલ બ્લાસ્ટ કેસમાં પણ પૂછપરછ કરવામાં આવ હતી. સોશિયલ મીડિયામાં પોસ્ટને કારણે યુવતી રડારમાં હતી. આ સાથે ભાવનગર, અમદાવાદના પણ બે લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ચારેયની શંકાસ્પદ ગતિવિધિઓને કારણે પૂછપરછ કરવામાં આવી છે. જોકે, આ કાર્યવાહી અંગે ગુજરાત એટીએસે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી.

    ગુજરાત એટીએસના અધિકારીઓએ આ ચાર લોકોના મોબાઇલ, લેપટોપ, પેનડ્રાઇવ જેવી અંગત વસ્તુઓ પણ સાથે લીધી છે. જેની પણ તપાસ કરવામાં આવશે. પીએમ મોદી આ ગુજરાત મુલાકાતમાં વડોદરા પાસે આવેલા પાવાગઢ ખાતે પણ દર્શન કરવા જવાના છે. ત્યારે આ પહેલા પણ હાલોલના જંગલોમાં આતંકીઓને ટ્રેનિંગ અપાયાની વાત સામે આવી હતી. જેના કારમે ગુજરાત એટીએસે વડોદરા અને તેની આસપાસ તપાસ શરૂ કરી છે.

    નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા પણ અલકાયદા દ્વારા ગુજરાતમાં આતંકવાદી હુમલાની ધમકી મળી હતી. જે બાદ સમગ્ર રાજ્ય એલર્ટ મોડ પર આવી ગયું છે. જેના પગલે દ્વારકાધીશ જગત મંદિરની ફરતી ત્રિસ્તરીય સુરક્ષા ગોઠવવામાં આવી હતી. આ સાથે દ્વારકા જિલ્લાના તમામ બંદરો ઉપર મરીન પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરીને તમામ બોટના ડોક્યુમેન્ટ્સ તથા તમામ માછીમારોના આઈડી કાર્ડ પણ આપવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ જિલ્લાના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ પરથી પસાર થતાં વાહનોની સઘન તપાસ પણ કરાઈ રહી છે.



    વડાપ્રધાનની ગુજરાત મુલાકાત અંગે રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ જણાવ્યુ હતુ કે, પીએમ નરેન્દ્ર મોદી 17 અને 18 જૂનના રોજ ગુજરાતની મુલાકાતે આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 અને 18 જૂનના રોજ ગુજરાતના પ્રવાસે આવશે. જે અંગર્ગત તેઓ ગાંધીનગર રાજભવન ખાતે 17 મીએ રાત્રી રોકાણ કરશે અને 18 જૂને સવારે પાવાગઢમાં મહાકાળી માતાના દર્શને જશે. આ સાથે જ બે દિવસમાં પ્રધાનમંત્રી રાજ્યમાં લોકાર્પણ અને ખાતમૂહુર્ત પણ કરશે. ત્યાં જ પીએમ મોદી આદિજાતિ જિલ્લાના તાલુકા સુધી વ્યાપ વધારી સગર્ભા બહેનો, ધાત્રી બહેનો માટે કુપોષણ યોજનાનું લોન્ચિંગ કરશે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Gujarat Visit, ગુજરાત, વડાપ્રધાન મોદી, વડોદરા સમાચાર

    આગામી સમાચાર