Home /News /gujarat /

વાજપેઈ વિપક્ષમાં હતા ત્યારે પણ, સરકારના સારા કાર્યોની કરતા પ્રશંસા: ભાર્ગવ પરીખ

વાજપેઈ વિપક્ષમાં હતા ત્યારે પણ, સરકારના સારા કાર્યોની કરતા પ્રશંસા: ભાર્ગવ પરીખ

અટલ બિહારી વાજપેયી બે વખત દેશના વડાપ્રધાન રહી ચૂક્યા છે...

અટલ બિહારી વાજપેયી બે વખત દેશના વડાપ્રધાન રહી ચૂક્યા છે...

ભૂતપૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીનો જન્મદિવસ સમગ્ર દેશ મનાવી રહ્યો છે. રાજકીય વિશ્લેષકોનુ માનવુ છે કે, વાજપેયીજીનુ વ્યક્તિત્વ રાજકારણથી પર હતુ. તેઓ વિપક્ષમાં હતા ત્યારે સરકારના સારા કાર્ય અને સત્તામાં હતા ત્યારે વિપક્ષની સારી કામગીરીની પ્રશંસા કરતા હતા. કોંગ્રેસના શાસનકાળમાં મજબૂત વિપક્ષ ઉભો કરવાનો શ્રેય વાજપેયીજીને જાય છે.

ભારતીય રાજનીતિનુ પારદર્શી અને વિરાટ વ્યક્તિત્વ એટલે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી. દેશ આજે તેમનો 93મો જન્મદિવસ મનાવી રહ્યો છે. રાજકીય વિશ્લેષક ભાર્ગવ પરીખ કહે છે કે, વાજપેયીનુ વ્યક્તિત્વ એ હંમેશા રાજકારણીથી પર રહ્યુ છે, તેઓ વિપક્ષમાં હતા ત્યારે પણ સરકારના સારા કાર્યની પ્રશંસા કરતા હતા. ઈંદીરા ગાંધીએ તેના વડાપ્રધાન કાળ દરમિયાન અણુ ધડાકા કર્યા હતા, ત્યારે તેમને ઝાંસીની રાણી કહ્યા હતા..વાજપેયી તેમના સિદ્ધાંતોમાં એટલા મક્કમ હતા કે તેમને કેન્દ્રમાં માત્ર એક વોટ ખાતર સરકારનુ બલિદાન આપ્યુ હતુ, પરંતુ સાંસદોને ખરીદવાનો પ્રયત્ન કર્યો ન હતો.

વરિષ્ઠ પત્રકાર શ્યામ પારેખ માને છે કે, દેશમાં કોંગ્રેસ સામે સબળ વિપક્ષ ઉભો કરવાનો શ્રેય અટલ બિહારી વાજપેયીને જાય છે. તેઓ જ્યારે વિપક્ષમાં હતા, ત્યારે તેમને કેન્દ્રમાં રહેલી સરકારને જોરદાર ટક્કર આપી હતી.

અટલ બિહારી વાજપેયી બે વખત દેશના વડાપ્રધાન રહી ચૂક્યા છે. તેમના કાર્યકાળમાં દેશના ગામડાઓને પાકા રસ્તાઓથી જોડવાનુ કાર્ય શરૂ થયુ હતુ. જે, આગળ જતાં દેશના ગ્રામીણ અર્થતંત્ર માટે બહુ મહત્વનુ પરિબળ સાબિત થયુ હતુ..
First published:

Tags: અટલ બિહારી વાજપેયી, જન્મ દિવસ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन