નવી દિલ્હી : કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાતની ચાર વિધાનસભા બેઠક માટે ચૂંટણીની તારીખો જાહેર કરી છે. જે પ્રમાણે આગામી 21મી ઓક્ટોબરના રોજ મતદાન થશે, જ્યારે 24મી તારીખે પરિણામ જાહેર કરવામાં આવશે. હાલ ગુજરાત વિધાનસભાની સાત બેઠકો ખાલી છે. જેમાંથી હાલ ચૂંટણી પંચે ચાર બેઠકની પેટા ચૂંટણીની જાહેરાત કરી છે.
જે ધારાસભ્યો સાંસદ બન્યા તે બેઠકો પર મતદાન
ગુજરાતમાં સાત બેઠક ખાલી પડી છે. જેમાં ચાર બેઠક પર મતદાન યોજાશે. હાલ એવી બેઠક પર મતદાન યોજાશે જે બેઠક પરથી ધારાસભ્ય ચૂંટણી લડીને સાંસદ બન્યા છે. જે પ્રમાણે લુણાવાડા, અરમાઇવાડી, ખેરાલુ અને થરાદ બેઠક પર ચૂંટણી યોજાશે.