પાંચ રાજ્યોની ચૂંટમીના પરિણામોના પ્રાથમિક વલણ સામે આવી રહ્યા છે. જેમાં ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ભાજપનો ઘોડો જીતમાં છે. જ્યારે પંજાબમાં કોંગ્રેસ જીત તરફ આગળ છે તો ગોવા અને મણીપુરમાં કાંટાની ટક્કર ચાલી રહી છે.
પાંચ રાજ્યોની ચૂંટમીના પરિણામોના પ્રાથમિક વલણ સામે આવી રહ્યા છે. જેમાં ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ભાજપનો ઘોડો જીતમાં છે. જ્યારે પંજાબમાં કોંગ્રેસ જીત તરફ આગળ છે તો ગોવા અને મણીપુરમાં કાંટાની ટક્કર ચાલી રહી છે.
નવી દિલ્હી #પાંચ રાજ્યોની ચૂંટમીના પરિણામોના પ્રાથમિક વલણ સામે આવી રહ્યા છે. જેમાં ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ભાજપનો ઘોડો જીતમાં છે. જ્યારે પંજાબમાં કોંગ્રેસ જીત તરફ આગળ છે તો ગોવા અને મણીપુરમાં કાંટાની ટક્કર ચાલી રહી છે.
ઉત્તરપ્રદેશમાં તો રીતસરનો ભાજપનો કેસરીયો લહેરાયો છે. ઉત્તરપ્રદેશની 403 બેઠકો પૈકી ભાજપ 279 બેઠકો પર આગળ છે. સપા કોંગ્રેસ 78 બેઠકો પર તો બસપા 28 બેઠકો પર આગળ છે. પંજાબમાં કોંગ્રેસ તો દબદબો છે. કોંગ્રેસ 61 બેઠકો પર આગળ છે તો ભાજપ ગઠબંધનનું અકાલી દળ 31 બેઠકો પર આગળ છે.
ઉત્તરાખંડમાં પણ ભાજપનો દબદબો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. 70 બેઠકોની આ વિધાનસભામાં 55 બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યું છે. ભાજપે સ્પષ્ટ બહુમત મેળવી લીધો છે. આ પ્રાથમિક વલણ જોતાં સ્પષ્ટ છે કે મણીપુરમાં ભાજપની સરકાર બનશે. અહીં કોંગ્રેસ 13 બેઠકો પર આગળ ચાલી રહી છે જ્યારે અન્ય 2 બેઠકો છે.
ગોવામાં 40 બેઠકો પેકી 21 બેઠકોના પ્રાથમિક વલણ બહાર આવ્યા છે. જેમાં કોંગ્રેસ 6, ભાજપ 3 અને અન્ય 5 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. મણીપુરમાં 60 બેઠકો પૈકી 31 બેઠકોના પ્રાથમિક ટ્રેન્ડ સામે આવી રહ્યા છે. જેમાં કોગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર ચાલી રહી છે. બંને 10-10 બેઠકો પર આગળ છે તો અન્ય 5 બેઠકો પર આગળ છે.