ઉત્તરાખંડ #વિરોધ પ્રદર્શન દરમિયાન દહેરાદૂનમાં પોલીસના ઘોડા શક્તિમાનના પગ તોડનાર ભાજપના ધારાસભ્ય ગણેશ જોશીની જામીન અરજી કોર્ટે ફગાવી છે અને એમને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવા આદેશ કર્યો છે. પોલીસ ગણેશ જોશીની આજે સવારે ધરપકડ કરી હતી.
પોલીસે ધારાસભ્ય ગણેશ જોશીને વિકાસનગર કોર્ટમાં સઘન સુરક્ષા વચ્ચે રજુ કર્યા હતા. સિવિલ જજ લક્ષ્મણ સિંહની કોર્ટમાં ગણેશ જોશીને પાછળના દરવાજેથી રજુ કરાયા હતા. જ્યાં એમના વકીલે ગણેશ જોશીની જામીન અરજી રજ કરી હતી. જોકે કોર્ટે જામીન અરજી ફગાવી હતી અને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવા આદેશ કર્યો હતો.
પોલીસે આ મામલામાં ગણેશ જોશીની સાથોસાથ ભાજપના કાર્યકર પ્રમોદ બોરાની પણ ધરપકડ કરી છે. અહીં નોંઘનિય છે કે, વિરોધ પ્રદર્શન દરમિયાન ઘોડા પર લાકડી વડે હુમલો કરાતાં પગ ભાગી ગયો હતો. બાદમાં ઘોડાનો જીવ બચાવવા માટે પશુચિકિત્સકોએ શક્તિમાનનો પગ કાપવો પડ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર