ખોડલધામના ચેરમેન નરેશ પટેલની રાજકારણમાં એન્ટ્રી કોંગ્રેસથી થઈ રહી છે તેવી વિગતો ચર્ચામાં આવતા ગુજરાતનું રાજકારણ ફરી ચર્ચામાં આવી ગયું છે
Gujarat Congress: એક તરફ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) નજીક આવી રહી છે તેવામાં રાજકીય સોગઠાબાજી ગોઠવાઈ રહી છે. નરેશ પટેલના કોંગ્રેસમાં આવવાની વાતથી કોરાણે મુકાયેલી કોંગ્રેસમાં ફરી જીવ આવ્યો હોય તેવી ચર્ચા જાગી છે
છેલ્લા કેટલાક દિવસોથી ખોડલધામ (Khodaldham)ના ચેરમેન નરેશ પટેલ (Naresh Patel) રાજકારણમાં પ્રવેશે તેવી અટકળો ચાલી રહી છે તેવામાં હવે નરેશ પટેલ કોંગ્રેસ (Congress)માં જોડાશે તેવી વિગતો સામે આવી રહી છે. જે મામલે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે (Rajasthan CM Ashok Gehlot) નરેશ પટેલને કોંગ્રેસમાં લાવવા મધ્યસ્થી કરી હોવાની વિગતો સામે આવી રહી છે. તેવામાં ગુજરાત પ્રવાસે આવેલા રાજસ્થાન ભાજપના અધ્યક્ષે (Rajasthan BJP president) આ મામલે મહત્વનું નિવેદન આપ્યું છે. અશોક ગેહલોતજી કોશિશ કરે તો પણ ગુજરાત કોંગ્રેસને સંજીવની આપી શકશે નહીં. ગુજરાતમાં કોંગ્રેસની દુર્ગતિ એવી થશે જેવી પહેલા નહીં થઈ હોય.
ખોડલધામના ચેરમેન નરેશ પટેલની રાજકારણમાં એન્ટ્રી કોંગ્રેસથી થઈ રહી છે તેવી વિગતો ચર્ચામાં આવતા ગુજરાતનું રાજકારણ ફરી ચર્ચામાં આવી ગયું છે. એક તરફ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેવામાં રાજકીય સોગઠાબાજી ગોઠવાઈ રહી છે. નરેશ પટેલના કોંગ્રેસમાં આવવાની વાતથી કોરાણે મુકાયેલી કોંગ્રેસમાં ફરી જીવ આવ્યો હોય તેવી ચર્ચા જાગી છે. તેમાંય રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે નરેશ પટેલને કોંગ્રેસમાં લાવવા મધ્યસ્થી કરી હોવાની વાતો સામે આવતા ફરી રાજકારણ ગરમાયુ છે.
જોકે રાજસ્થાન ભાજપના અધ્યક્ષ સતીશ પુનિયા હાલ ગુજરાત પ્રવાસે છે. ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું કે 2022માં ગુજરાત, 2023માં રાજસ્થાન અને 2024મ હિન્દુસ્તાન જીતીશું. 2023માં રાજસ્થાનની ચૂંટણી માટે વંસુંધરાનાં ચહેરા પર ચૂંટણી લડાશે? તેના પર જવાબ આપતા કહ્યું કે પીએમના નેતૃત્વમાં અમે ચૂંટણી લડીએ છીએ. અમારી કોશિશ છે કે 2023માં કોંગ્રેસને હરાવીએ અને સત્તામાં આવીશું. રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોર ગુજરાત કોંગ્રેસના વિશેષગ્ય બની શકે પણ કોંગ્રેસનો આધાર ખતમ થયો તો વોટ ક્યાંથી લાવી શકશે.
ગુજરાતમાં કોંગ્રેસની દુર્ગતિ એવી થશે જેવી પહેલા નહીં થઈ હોય. કોઈ મદદ કોંગ્રેસ માટે સંજીવની સાબિત નહીં થાય એવું મારું માનવું છે. નરેશ પટેલ, પ્રશાંત કિશોર અને અશોક ગહેલોત વચ્ચે વાતચીત મામલે તેઓએ જણાવ્યું કે અશોક ગેહલોતજી કોશિશ કરે તો પણ કોંગ્રેસને સંજીવની આપી શકશે નહીં. રાજસ્થાનથી એમનો કોઈ જાદુ ગુજરાતમાં ચાલશે એવી શક્યતા નહિવત છે.