Home /News /gujarat /Gyanvapi mosque: અમદાવાદ પહોંચતા જ ઔવેસીએ કહ્યું- બાબરી મસ્જિદ ખોઇ છે હવે બીજી કોઇ મસ્જિદ અમે નહી ગુમાવીએ
Gyanvapi mosque: અમદાવાદ પહોંચતા જ ઔવેસીએ કહ્યું- બાબરી મસ્જિદ ખોઇ છે હવે બીજી કોઇ મસ્જિદ અમે નહી ગુમાવીએ
ઔવેસીએ ઇદ મિલન કાર્યક્રમ સંબોધન કરતા સરકારને ચેતવણી આપી હુંકાર કર્યો હતો
Asaduddin Owaisi on gyanvapi mosque: વધુમા જ્ઞાનવાપી મસ્જીદ મુદ્દે નિવેદન આપતા ઔવેસી કહ્યું હતુ કે, 1991 માં આ મુદ્દા પર અલ્હાબાદ કોર્ટે સ્ટે આપ્યો હતો. હવે નામ બદલી કોર્ટમાં જવામાં આવે છે. 1991 ના સ્ટેને ધ્યાને લેવો જોઇએ. આખા દેશને જુઠુ બોલવામાં આવ્યું કે મંદિર તોડી બાબરી મસ્જિદ બનાવવાનાં આવી છે.
એઆઇએસઆઇએમ (AIMIM) પ્રમુખ અસદઉદ્દીન ઔવેસી (Asaduddin Owaisi) બે દિવસ ગુજરાત (Asaduddin Owaisi in Gujarat)ની મુલાકાતે છે . પ્રથમ દિવસે તેમણે અમદાવાદ (Ahmedabad)માં સરસપુર ખાતે ઇદ મિલન કાર્યક્રમમાં હાજરી આપી હતી. ઔવેસી તેમના ભાષણમાં જ્ઞાનવાપી (gyanvapi mosque) સહિત મુદ્દે નિવેદન આપતા કહ્યું હતુ કે, બાબરી મસ્જીદ અમે ખોઇ છે હવે અમે દેશમાં બીજી કોઇ મસ્જીદ ખોઇશું નહી.
ઔવેસીએ ઇદ મિલન કાર્યક્રમ સંબોધન કરતા સરકારને ચેતવણી આપી હુંકાર કર્યો હતો કે, અમે બાબરી મસ્જીદ ખોઇ છે હવે દેશમાં અન્ય કોઇ મસ્જીદ ખોઇશુ નહી. જ્ઞાનવાપી મુદ્દે પણ ટકોર કરતા કહ્યું હતુ કે જ્ઞાનવાપી મસ્જીદ હતી અને રહેશે. કોઇ પણ ફેરફાર કરવામાં આવશે નહી. ભાજપ, કોંગ્રેસ, આપ અને સમાજવાદી પાર્ટી ખુદ ચાહે છે કે દેશમાં મુસ્લિમ ઘરમાં જ રહેવો જોઇએ બહાર ન જવો જોઇએ. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આપણા પ્રતિનિધિ હોવા જોઇએ. મુસ્લિમ વોટ દેનાર બન્યા છે વોટ લેનાર ક્યારે બનશે. કેમ દેશમાં બુલડોઝર ફરી રહ્યા છે . મસ્જીદમા ગેટ તોડવામા આવી રહ્યા છે . હવે તમામ દબાયેલ વર્ગે એક થવાની જરૂર છે . મુસ્લિમ સાથે હવે દલિત સહિત અન્ય દબાયેલ વર્ગ સાથે લઇ કામ કરવાનું છે.
વધુમાં ઔવેસીએ જણાવ્યુ હતું કે આજે દેશમાં નોકરીઓ નથી બેરોજગાર સોથી વધારે આપણા દેશમાં છે . કોલસાની તંગી છે સેમી કંડક્ટર મળતા નથી. ઓકેશીજન ન મળ્યો માત્ર નફરત વધારે છે. આઠ વર્ષમાં મોદી સરકારે આ આપ્યું છે . દેશમાં એવા પ્રયત્ન થઇ રહ્યા છે કે મુસલમાનોના કલ્ચરને ખતમ કરી નાખવામાં આવે. મોંઘવારી વિશે વાત નથી રૂપિયા ઘટી રહ્યો છે તેની વાત નથી.
વધુમા જ્ઞાનવાપી મસ્જીદ મુદ્દે નિવેદન આપતા ઔવેસી કહ્યું હતુ કે, 1991 માં આ મુદ્દા પર અલ્હાબાદ કોર્ટે સ્ટે આપ્યો હતો. હવે નામ બદલી કોર્ટમાં જવામાં આવે છે. 1991 ના સ્ટેને ધ્યાને લેવો જોઇએ. આખા દેશને જુઠુ બોલવામાં આવ્યું કે મંદિર તોડી બાબરી મસ્જિદ બનાવવાનાં આવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ વાત ખોટી છે. 1991 માં જે કાયદો બનાવવામાં આવ્યો તેમાં કહેવામાં આવ્યું કે 15 ઓગસ્ટ 1947 માં જે સ્ટ્રેચર હતું તે રાખવામાં આવશે. તો કયા આધારે આજે સર્વે કરાવો છો. સો કોઇની સુપ્રીમ કોર્ટના ચુકાદા પર નજર રહેશે.
સરકારની નિયતમાં ખોટ છે. તમે દેશને રમખાણોના માહોલમાં ફરી મોકલાવા માંગો છો જેમાં આખી પેઢી ખતમ થઇ જશે. અમે નથી ઇચ્છતા કે ફરી દેશમાં એ માહોલ ઉભો થાય. પ્રધાનમંત્રી અય્યુબ પટેલના દિકરીના આંસુનાં કારણે ભાવુક થયા તો 1991 કાયદા વિશે કેમ બોલતા નથી. તમારી બંધારણીય જવાબદારી છે કે તેઓ મૌન તોડ કહે 1991 ના કાયદાના પાલન માટે સરકાર કટીબદ્ધ છે .આવા પ્રકારના હથકંડાથી જ અમે બાબરી મસ્જીદ ગુમાવી હતી. જેનાથી ભારત નબળું પડ્યું કાયદાનું પાલન ઘટ્યું હતું . સુપ્રીમ કોર્ટને વચન આપ્યું હોવા છતાં બાબરી તોડવાનાં આવી હતી. અમારી એક જ માંગ છે 1991ના કાયદાનું પાલન જવું જોઇએ.
વધુમાં ઔવેસી કહ્યું હતુ કે, બીટીપી અને આપ ગંઠબંધન કર્યું છે જે દરેક પાર્ટીને અલાયન્સ કરવાનો અધિકાર છે . કોંગ્રેસ પર બોલતા ઔવેસી કહ્યું હતું કે, જો વિધાનસભામાં 8 થી 10 ધારાસભ્યો AIMIM બન્યા તો કોગ્રેસ શુ કરશે? કોંગ્રેસ હવે ચાર્જ નહી થવા વાળી બેટરી છે. તે ફરીથી રીચાર્જ થશે નહી. મોટા મોટા લોકો તેમની સાથે કામ કરવા તૈયર નથી.
અકબરૂદ્દીન ઔવેસી ઔરંગાબાજમાં બાળકોને ફ્રી સ્કુલ આપી રહ્યા છે. જે ચાદર ચઢાવવાની વાત છે તે એએસઆઈ પ્રોટ્કેટેડ ઇમારત છે. જે પ્રધાનમંત્રીના ક્ષેત્રમાં આવે છે. મીમનો એજન્ડા છે ગુજરાતમાં માઇનોરીટી અને અલ્પસંખ્યાના નેતા જન્મ લેવા જોઇંએ. ક્લીમી સીદ્દકીને કોણે જેલમાં મોકલ્યા છે તેઓ નિર્દેષ છુટશે. ભાજપ પાર્ટી નિરાશ છે તેમનું ફ્રસ્ટેશન છે. હું તોડવાની નહી જોડવાની વાત કરૂ છુ. ગરીબો વોટ આપે છે અમીરો નહી પણ ગરીબોને પરેશાન કરે છે. શા માટે ખંભાતમા અને હિંમતનગરમાં મકાનો તુટ્યા તો પ્રધાનમંત્રી ભાવુક ન થયા.
AIMIM પ્રમુખ સાબિર કાબલીવાલા જણાવ્યુ હતું કે સમાજનો ઉદ્ધાર હવે ઔવેસી પાર્ટી કારણે જ થશે. ઔવેસી કહે છે હવે તમામ લોકોએ એક જાણવાનો સમય આવી ગયો છે. યુપીમાં પણ હવે મુસ્લિમો કોંગ્રેસને મત આપી રહ્યા નથી. હવે આ સમજથી બહાર આવવાની જરૂર છે. આગામી સમય હજુ ખરાબ આવશે જો એક નહી રહીએ તો હજુ નુકશાન થશે. ઔવેસીની હાથે એએમસીની પૂર્વ કોંગ્રેસ કાઉન્સિલર હસનલાલા અને પૂર્વ મહિલા કાઉન્સિલરો સમર્થક સાથે AIMIM પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો.