વિપશ્યના જતાં જતા પણ મોદીને સલાહ આપતા ગયા કેજરીવાલ
વિપશ્યના જતાં જતા પણ મોદીને સલાહ આપતા ગયા કેજરીવાલ
#વિપશ્યના માટે જતાં જતાં પણ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સલાહ આપતા ગયા છે. કેજરીવાલે પીએમ મોદીને ટ્વિટ કરી આ સલાહ આપી છે. જેમાં એમણે સ્વતંત્રતા દિવસે પોતાના ભાષણ માટે દેશની જનતા માટે સલાહ માંગી હતી એને રિટ્વિટ કરીને આપી છે.

નવી દિલ્હી #વિપશ્યના માટે જતાં જતાં પણ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સલાહ આપતા ગયા છે. કેજરીવાલે પીએમ મોદીને ટ્વિટ કરી આ સલાહ આપી છે. જેમાં એમણે સ્વતંત્રતા દિવસે પોતાના ભાષણ માટે દેશની જનતા માટે સલાહ માંગી હતી એને રિટ્વિટ કરીને આપી છે.
કેજરીવાલે પીએમને કહ્યું કે, સર, પ્લીજ દલિત દમન, ગૌરક્ષકો, કાશ્મીર, અખલાક, કિસાન, આત્મહત્યા અને દાળની કિંમતો પર બોલજો. લોકો આપને સાંભળવા માટે મરી રહ્યા છે.
અરવિંદ કેજરીવાલ 10 દિવસ માટે તેઓ રજા પર જઇ રહ્યા છે અને આ 10 દિવસમાં તે વિપશ્યના દરમિયાન મૌન રહેશે. ના ફેસબુક, ના ટ્વિટર, ના પ્રેસ કોન્ફરન્સ કરશે અને તેઓ મૌન રહેશે.
કેજરીવાલ વિપશ્યના માટે હિમાચલના ધર્મશાલામાં જઇ રહ્યા છે. કેજરીવાલ પહેલા પણ વિપશ્યના કરી ચુક્યા છે. પરંતુ ત્યારે તે દિલ્હી અને લોકસભા ચૂંટણીનો થાક ઉતારવા ગયા હતા. હવે કેમ જઇ રહ્યા છે એને લઇને પણ તર્ક વિર્તકો ઉઠી રહ્યા છે. એવું કહેવાય છે કે, વિપશ્યનાથી પરત ફરીને કેજરીવાલે પંજાબમાં મોટી લડાઇ લડવાની છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર