રાજકોટઃ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. તેઓએ આજે ભગવાન સોમનાથના દર્શન કરી પુજા કરી હતી. ત્યારબાદ તેમણે સાંજના સુમારે ટ્વીટ કરીને ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. તેમણે ટ્વીટ કર્યું છે કે,'ગુજરાત આનંદીબહેનના અણઘડ વહીવટથી કંટાળી ગઇ છે','આપને બહોળું સમર્થન છે',આપનાં સૂત્ર દ્વારા માહિતી મળી કે'ભાજપ આનંદી બહેનના સ્થાને અમિત શાહને લાવશે.
નોધનીય છે કે પાટીદાર આદોલન બાદ ભાજપનું પ્રભુત્વ ઘટી રહ્યું છે તો બીજી તરફ વિપક્ષ કોંગ્રેસ પણ તેનો પુરતો લાભ ઉપાડવામાં અસક્ષમ રહ્યું છે ત્યારે 2017 વિધાનસભાની ચુંટણીમાં આમ આદમી પુરતો લાભ ઉઠાવવા માગે છે તેને લઇને અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે આવ્યા હોવાનું બિન સત્તાવાર સુત્રો જણાવી રહ્યા છે.
કેશોદના અગતરાયના એ.જે.ફાર્મમાં કેજરીવાલનું આહવાન કર્યું હતું કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી લડવા જનતાને પૂછીશું.તે માટે આગામી બે મહિનામાં ભવ્ય રેલી કરીશું.જનતા કહેશે તો ચૂંટણી લડીશું.
સોમનાથમાં કેજરીવાલની ખેડૂત સભામાં ગુજરાત અને કેન્દ્રની સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.પાસના વંદનાબહેન પટેલને ઊભા કરી કેજરીવાલે સભાને પૂછ્યું શું વંદનાબહેન તમને ચોર ડાકુ લાગે છે?આ મહિલાએ જેલ ભોગવી છે.આવો અત્યાચાર કેમ ?આનંદીબહેને સુરતની મારી યાત્રા રદ કરી,પણ સોમનાથની યાત્રા રદ કરાવી શકે તેમ ન હતાં.
કેજરીવાલ સાથે આવેલા કુમાર વિશ્વાસે પ્રદેશ18 ઈટીવી સાથે વાત કરતા કહ્યું હતું કે,'સોમનાથની મુલાકાત માત્ર ધાર્મિક મુલાકાત છે',પાટીદાર અનામત આંદોલન મુદ્દે કુમાર વિશ્વાસનું નિવેદનમાં કહ્યું કે,'હાર્દિક પટેલ સહિત પાટીદાર સમાજે હક માટે સંઘર્ષ કર્યો છે'.'રાજ્ય સરકારે તેનો જવાબ લાઠીથી આપ્યો તે દુઃખદ બાબત છે'
હાર્દિક પર રાજદ્રોહનો ગુનો ખોટોઃ અરવિંદ કેજરીવાલ
સોમનાથમાં પુજા બાદ અરવિંદ કેજરીવાલ જૂનાગઢથી જેતલસર જવા રવાના થયા હતા. ટીંબાવાડી બાય પાસ નજીક કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. હાર્દિક પટેલ પર લાગેલ રાજદ્રોહનો ગુનો ખોટો ગણાવતા તેમણે વધુમાં કહ્યું હતું કે લોકો કહે છે તો આમ આદમી પાર્ટી ગુજરાતમાં ચૂંટણી લડશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર