Home /News /gujarat /

ભિખારી મુક્ત અભિયાનઃ કેજરીવાલે ટ્વીટ કરી મંત્રીની કાઢી ઝાટકણી, કહ્યું બંધ કરો આ

ભિખારી મુક્ત અભિયાનઃ કેજરીવાલે ટ્વીટ કરી મંત્રીની કાઢી ઝાટકણી, કહ્યું બંધ કરો આ

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે શહેરમાં ભિખારીઓ વિરૂદ્ધ અભિયાન શરૂ કરનાર સમાજ કલ્યાણ મંત્રી સંદિપ કુમારની યોજનાને આજે 'અમાનવીય' અને 'મૂર્ખામીભર્યુ' ગણાવતાં તેના પર તાત્કાલિક રોક લાગવવા માટે આદેશ આપ્યા છે.

  • IBN7
  • Last Updated :
નવી દિલ્હી #દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે શહેરમાં ભિખારીઓ વિરૂદ્ધ અભિયાન શરૂ કરનાર સમાજ કલ્યાણ મંત્રી સંદિપ કુમારની યોજનાને આજે 'અમાનવીય' અને 'મૂર્ખામીભર્યુ' ગણાવતાં તેના પર તાત્કાલિક રોક લાગવવા માટે આદેશ આપ્યા છે.

વાત કંઇક એવી છે કે, સંદિપ કુમારે દિલ્હીને બેગર ફ્રી કરવાની યોજના બનાવી હતી. આ પગલા પર ટ્વીટરના માધ્યમથી રોક લગાવવાનો કેજરીવાલનો નિર્દેશ ગત ઘણા સપ્તાહથી આ અભિયાન પર ભાર આપી રહેલા કુમાર માટે અનપેક્ષિત છે.

કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે, 'સમાજ કલ્યાણ વિભાગનું પગલું સૌથી વધુ અમાનવીય અને મૂર્ખામીભર્યુ છે. હું તે લોકોને તાત્કાલિક આ અભિયાનને રોકવા માટે આદેશ આપું છું.' માઇક્રોબ્લોગિંગ સાઈટ પર મુખ્યપ્રધાનની ટિપ્પણીના તુરંત બાદ એવું માનવામાં આવે છે કે, કુમારે પોતાની ટીમને આ પ્રસ્તાવને આગળ ન વધારવા માટે ચૂચના આપી છે.
First published:

Tags: અરવિંદ કેજરીવાલ, આદેશ, ટ્વીટ

આગામી સમાચાર