નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આપ સરકાર દ્વારા લેવાયેલ ગેર કાનુની નિર્ણયો પર ઉપ રાજ્યપાલ નજીબ જંગના નિવેદનને લઇ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન તાક્યું છે.
કેજરીવાલે ટ્વીટ કર્યું કે મોદીજીના વિચાર પુરી રીતે નકારાત્મક છે. તે પોતે કંઇ સારુ કરી નથી શકતા અને બીજાને પણ કરવા દેતા નથી. તેઓ દરેક વસ્તુને પલટી નાખે છે.
એક કાર્યક્રમમાં જંગે આજે કહ્યું કે દિલ્હી ઉચ્ચ ન્યાયાલયમાં હાલિયા આદેશ પહેલા આપ સરકાર તરફથી ગૈર કાનુની નિર્ણય કરાયો છે. જંગે કેજરીવાલના એ દાવાને ફગાવ્યો કે તે અને પ્રધાનમંત્રી મોદી દિલ્હી સરકારના કદમોને રોકી રહ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર