Home /News /gujarat /

પહેલાં ભાગવત જી 10 બાળકો પેદા કરી તેમનો ઉછેર કરી બતાવેઃ કેજરીવાલ

પહેલાં ભાગવત જી 10 બાળકો પેદા કરી તેમનો ઉછેર કરી બતાવેઃ કેજરીવાલ

RSS પ્રમુખ મોહન ભાગવતના હિન્દૂઓને વધુ બાળકો પેદા કરવાના નિવેદન ને લઇને ચારેય તરફથી પ્રહાર થઇ રહ્યાં છે. કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ બાદ હવે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પણ મોહન ભાગવતના નિવેદન પર નિશાન સાધ્યું છે. કેજરીવાલે કહ્યું કે, ભાગવત જી પહેલા ખુદ 10 બાળકો પેદા કરી તેમને ઉછેરીને બતાવે.

વધુ જુઓ ...
  • IBN7
  • Last Updated :
નવી દિલ્હી# RSS પ્રમુખ મોહન ભાગવતના હિન્દૂઓને વધુ બાળકો પેદા કરવાના નિવેદન ને લઇને ચારેય તરફથી પ્રહાર થઇ રહ્યાં છે. કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ બાદ હવે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પણ મોહન ભાગવતના નિવેદન પર નિશાન સાધ્યું છે. કેજરીવાલે કહ્યું કે, ભાગવત જી પહેલા ખુદ 10 બાળકો પેદા કરી તેમને ઉછેરીને બતાવે.

અરવિંદ કેજરીવાલે એક અંગ્રેજી અખબારની ખબર ને રિટ્વીટ કરતા ટ્વીટ કર્યું છે કે, હિન્દૂઓને ભડકાવતા પહેલા ભાગવત જી ખુદ 10 બાળકો પેદા કરી તેમને સારી રીતે ઉછેરીને બતાવે. આ પહેલા બીએસપી એ પણ મોહન ભાગવતના નિવેદન પર વિરોધ દર્શાવ્યો હતો. જેના બાદ દિગ્વિજય સિંહે સંઘ કાર્યકર્તાઓને ખુલ્લો પડકાર આપતા કહ્યું હતુ કે, આબાદીનું વધવું ધર્મથી સંબંધિત છે જ નહીં, આ સમગ્ર રીતે ગરીબીથી જોડાયેલી હોય છે. તેઓએ કહ્યું કે, મુસ્લિમ જનસંખ્યા વધવાની ગતી પણ ઘટી રહી છે. રાજકીય લાભ માટે આરએસએસ અને બીજેપી ખોટી અફવાહ ફેલાવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, મોહન ભાગવતે હિન્દૂઓની ઘટી રહેલી જનસંખ્યા પર કહ્યું હતુ કે, કયો કાયદો કહે છે કે, હિન્દૂઓની જનસંખ્યા ન વધવી જોઇએ? આવું કશું પણ નથી. જ્યારે બીજા લોકોની વસ્તી વધી રહી છે, તો તેમને કોણ રોકી રહ્યું છે? આ મુદ્દો વ્યવસ્થાથી જોડાયેલો નથી. આવું માત્ર એ કારણે છે, કેમ કે, સામાજિક વાતાવરણ જ આવું છે.
First published:

Tags: અરવિંદ કેજરીવાલ, નિવેદન, નિશાન, મોહન ભાગવત

આગામી સમાચાર