Home /News /gujarat /

કેજરીવાલની સભામાં મમતાની ગર્જના, કહ્યું-ત્રણ દિવસમાં ખતમ કરો નોટબંધી

કેજરીવાલની સભામાં મમતાની ગર્જના, કહ્યું-ત્રણ દિવસમાં ખતમ કરો નોટબંધી

નોટબંધી વિરૂધ્ધ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે આઝાદપુર મંડી પહોંચ્યા. અહીં પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી પણ એમની સાથે આ સભામાં ઉપસ્થિત રહ્યા. મમતા બેનરજી સભામાં ગર્જ્યા પણ ખરા, એમણે કહ્યું કે, ત્રણ દિવસમાં નોટબંધી ખતમ કરો. તો બીજી તરફ આ કેજરીવાલ આ સ્થળે પહોંચ્યા એ પૂર્વે અહીં કેટલાકે કાળા વાવટા પ્રદર્શિત કરી સભાનો વિરોધ કરી મોદી જીંદાબાદના સુત્રોચ્ચાર પણ કર્યા.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #નોટબંધી વિરૂધ્ધ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે આઝાદપુર મંડી પહોંચ્યા. અહીં પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી પણ એમની સાથે આ સભામાં ઉપસ્થિત રહ્યા. મમતા બેનરજી સભામાં ગર્જ્યા પણ ખરા, એમણે કહ્યું કે, ત્રણ દિવસમાં નોટબંધી ખતમ કરો. તો બીજી તરફ આ કેજરીવાલ આ સ્થળે પહોંચ્યા એ પૂર્વે અહીં કેટલાકે કાળા વાવટા પ્રદર્શિત કરી સભાનો વિરોધ કરી મોદી જીંદાબાદના સુત્રોચ્ચાર પણ કર્યા.

વાંચો : નોટબંધીને લઇને સરકારની વધુ એક નવી જાહેરાત...

મમતા બેનરજીએ કેન્દ્ર સરકાર સામે નિશાન સાધ્યું અને કહ્યું કે, તમે કદી દેશમાં જોયું છે કે ઘર ઘરમાં કચવાટ છે? દરેક માણસ રડી રહ્યો છે. સારા દિવસોનું વચન આપીને સરકાર લોકોને રડાવી રહી છે. નોટબંધીથી શાકભાજી પણ ઘરે નથી લાવી શકાતા, તો શું લોકો એટીએમ ખાશે? માણસ શાકભાજી ખાશે કે ડાયમંડ કે એટીએમ? દેશ ાગળ વધવાને બદલે પાછળ જઇ રહ્યો છે. બે દિવસ પહેલા કહેવાયું હતું 4500 રૂપિયા અને આજે કહેવાયું 2000 રૂપિયા. એમના મગજમાં શું છે? ક્યારેક આ તો ક્યારે અલગ બોલે છે. શું વિચારે છે કે તમામ જનતા ચોર છે?

9 દિવસમાં દેશને 2 લાખ 25 હજાર કરોડનું નુકશાન થયું છે. સરકાર ત્રણ દિવસમાં નોટબંધી ખતમ કરે. જેટલું પ્લાનિંગ કરવું હોય એટલું કરી લો પરંતુ યાદ રાખો કે જો ત્રણ દિવસની અંદર નોટબંધી પરત નહીં લેવાય તો ધ્યાન રાખશો અમે પણ અહીં જ છીએ. અમે છોડીશું નહીં.

સરકાર પ્લાસ્ટિક ઇકોનોમીના નામે દેશને વેચવામાં લાગી છે. અમે ડરતા નથી. ભલે તમે એમને જેલમાં નાંખી દો. પહેલા એક બે દિવસ તો જીવવા દો પછી 50 દિવસની વાત કરજો. ગરીબ મજુરો ભૂખ્યા મરી રહ્યા છે. લોકોને પીએમ પર વિશ્વાસ નથી રહ્યો. અમે ચૂપ નહીં રહીએ. સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ, દેખના હૈ જોર કિતના બાજુએ કાતિલ મેં હૈ...
First published:

Tags: અરવિંદ કેજરીવાલ, નોટબંધી, મમતા બેનરજી

આગામી સમાચાર