નવી દિલ્હી# દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખેડૂતોનું દેવું માફ કરવાનો આગ્રહ કર્યો છે. વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં અહીંયા યોજાયેલ આંતરરાષ્ટ્રીય પરિષદની બેઠકમાં ભાગ લેનાર કેજરીવાલે દાળના વધતા ભાવનો પણ મુદ્દો ઉઠાવ્યો હતો.
કેજરીવાલે બેઠક બાદ ટ્વીટ કર્યું કે, મે કેન્દ્ર સરકારને તમામ ખેડૂતોનું દેવું માફ કરવા અને એમ.એસ. સ્વામીનાથનની રિપોર્ટને લાગૂ કરતા ખેડૂતોને તેમના પાકનું યોગ્ય વળતર આપવા માટેનો મુ્દ્દો ઉઠાવ્યો હતો.
કેજરીવાલે બીજા ટ્વીટમાં કહ્યું કે, આ ઉપરાંત મે અમુક હોલસેલ વેપારીઓ દ્વારા જમાખોરીના કારણે દાળની કિંમતોમાં થયેલ વધારાનો પણ મુદ્દો ઉઠાવ્યો હતો. કેજરીવાલે આ ઉપરાંત કેન્દ્ર પાસે 14માં નાણા આયોગની ભલામણના અધાર પર દિલ્હીને તેનું બાકીનું બજેટ આપમાં માટે પણ કહ્યું, જે કેજરીવાલના અનુસાર 5,000 કરોડ રૂપિયા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર