Home /News /gujarat /શું અરવિંદ કેજરીવાલના આવવાથી બદલાશે ગુજરાતમાં રાજકીય સમીકરણો : જાણો શુ કહી રહ્યા છે રાજકીય નિષ્ણાત
શું અરવિંદ કેજરીવાલના આવવાથી બદલાશે ગુજરાતમાં રાજકીય સમીકરણો : જાણો શુ કહી રહ્યા છે રાજકીય નિષ્ણાત
અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન અમદાવાદમાં
કેન્દ્રનાં નેતાઓના ગુજરાત આંટાફેરા ગુજરાતમાં વહેલી ચૂંટણીના અણસાર આપી રહ્યા છે. નેતાઓના ગુજરાત આંટાફેરા અને તેમાંય અરવિંદ કેજરીવાલ ગુજરાતના આવવાથી શુ સમીકરણો બદલાશે અંગે રાજકીય વિશ્લેષક દિલીપ ગોહિલ જણાવે છે કે ગુજરાતમાં ત્રીજો મોરચો ચાલે કે ન ચાલે તે ચર્ચા હંમેશા રહી છે તેવા સંજોગોમાં આમ આદમી પાર્ટી આવી છે એટલે ચર્ચા વધારે છે .
અમદાવાદ, ગુજરાતમાં હવે વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ગુજરાતમાં આમ તો ભાજપ અને કોંગ્રેસ સત્તા મેળવવા આમને સામને હોય છે. પણ હવે સત્તાના સંગ્રામ માટે ત્રિપાંખીયો જંગ ખેલાશે એ નક્કી છે. કારણ કે ભાજપ અને કોંગ્રેસની સાથે હવે આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં સત્તા હાંસલ કરવાના સપના જોઈ રહી છે. ચૂંટણી નજીક આવતા આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે છે.
અમદાવાદમાં રોડ શો કરી રહ્યા છે ત્યારે શુ કહી રહ્યા છે એ વખતના સમીકરણો શુ અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસથી ગુજરાતમાં રાજકીય સમીકરણ બદલાશે તે જાણવુ જરૂરી છે. આ અંગે રાજકીય નિષ્ણાત શુ માની રહ્યા છે તે જાણવું પણ જરૂરી છે. છેલ્લા કેટલાક દિવસોથી ભાજપના દિલ્હીના નેતાઓ અને તેમાંય ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત નેતાઓનાં ગુજરાત પ્રવાસ વધી ગયા છે.
બીજીતરફ રાહુલ ગાંધી પણ દ્વારકામાં કોંગ્રેસ શિબિરમાં હાજરી આપી ચૂંટણીનું રાણશીંગુ ફૂંકી ચુક્યા છે અને હવે આમ આદમી પાર્ટીના દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. હાલમાં જ પાંચ રાજ્યોની ચૂંટણીમાં પંજાબમાં પ્રચંડ બહુમતીથી જીત્યા બાદ આમ આદમી પાર્ટીનો જુસ્સો બુલંદ છે.
કેન્દ્રનાં નેતાઓના ગુજરાત આંટાફેરા ગુજરાતમાં વહેલી ચૂંટણીના અણસાર આપી રહ્યા છે. નેતાઓના ગુજરાત આંટાફેરા અને તેમાંય અરવિંદ કેજરીવાલ ગુજરાતના આવવાથી શુ સમીકરણો બદલાશે અંગે રાજકીય વિશ્લેષક દિલીપ ગોહિલ જણાવે છે કે ગુજરાતમાં ત્રીજો મોરચો ચાલે કે ન ચાલે તે ચર્ચા હંમેશા રહી છે તેવા સંજોગોમાં આમ આદમી પાર્ટી આવી છે એટલે ચર્ચા વધારે છે .
પંજાબમાં સફળતા મળી અને સત્તા મળી એટલે આપના કાર્યકરોમાં ઉત્સાહ હોય તે સ્વાભાવિક છે. પરંતુ ભાજપ સિવાયના વિપક્ષ સત્તા પક્ષ સામે એવા મુદ્દા નથી ઉપાડી શકતા જેના કારણે સત્તાપક્ષને જવાબો આપવા પડે. હવે આમ આદમી પાર્ટી તે મુદ્દા ઉપાડી શકે છે જેમાં શાસક પક્ષે જવાબ આપવા ફાંફા પડે છે. જેમ કે છેલ્લે શિક્ષણની વાત હતી જેમાં વારંવાર પેપર ફૂટવા સામે આપ પાર્ટીની રજુઆત અસરકારક હતી.
જેના કારણે શાસક પક્ષને જવાબ આપવા ભારે પડયા હતા. આ કારણે પણ આપનો કોઈ કાર્યક્રમ હોય કે કેજરીવાલનો કાર્યક્રમ હોય એ ધ્યાન ખેંચે છે. આ બધી બાબતોથી તમે ચર્ચા જગાવી શકો ધ્યાન ખેંચી શકો પણ તેનું પરિણામ ચૂંટણીમાં શુ આવે તે કહેવુ મુશ્કેલ હોય છે. કારણ કે તેમાં સંગઠન જોઈએ, સારા ઉમેદવાર જોવાતા હોય છે.
ચુંટણીમાં સફળતા એક અલગ મુદ્દો છે. જેમ કે આપને પંજાબમાં સફળતા મળી પણ ગોવા અને ઉત્તરાખંડમાં હાજરી પુરાણી પણ સફળતા ન મળી. ગુજરાતમાં ચૂંટણીના પરિણામો શુ આવશે તે કહેવું મુશ્કેલ છે. પણ આપની હાજરીના કારણે ભાજપ કોંગ્રેસ ના પરિણામોને અસર ચોક્કસથી થઈ શકે છે.