Home /News /gujarat /

Cyber Crime: બે હેકરોએ 108 જેટલી વેબસાઈટ હેક કરી, હજારો લોકોને આપી બનાવટી ડીગ્રી

Cyber Crime: બે હેકરોએ 108 જેટલી વેબસાઈટ હેક કરી, હજારો લોકોને આપી બનાવટી ડીગ્રી

5 થી 10 લાખમાં વેચાતી આ ડીગ્રીનો કાળો કારોબાર છેલ્લા કેટલાય વર્ષોથી ચાલતો હતો.

સાયબર ક્રાઈમની તપાસમાં સામે આવ્યું કે, આરોપીઓએ  વેબસાઇટ હેકિંગ કરવા માટે પેનલ બનાવી હતી. જેમાં તેઓએ યુનિવર્સિટી સહીત ભારતની 108 વેબસાઇટ હેક કરી છે. અલગ અલગ 82 ડિગ્રી કોર્ષના બનાવટી સર્ટિફિકેટ બનાવ્યા હોવાના નામ સામે આવ્યા છે. સાથે જ 5854 વિદ્યાર્થીના ડેટા મળ્યા છે જેમની ખોટી એન્ટ્રી કરવામાં આવી છે.

વધુ જુઓ ...
અમદાવાદ: યુનિવર્સિટીની વેબસાઈટ હેક કરી બનાવટી ડીગ્રી (Fake degree) બનાવનાર બે હેકરની સાયબર ક્રાઈમે (Ahmedabad Cyber Crime) ધકપકડ કરી છે. આરોપી છેલ્લા કેટલાક વર્ષોથી બોગસ ડીગ્રીનો કારોબાર ચલાવતા હતા. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 30 બોગસ ડીગ્રી બની હોવાનુ સામે આવ્યુ છે. જોકે આરોપીની પુછપરછમાં હજી મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે. અમદાવાદ સાયબર ક્રાઈમએ અતનુ પાત્રા અને સુંધાકર ઘોસ નામના બે આરોપીઓની ધરપકડ કરી છે. આ બન્ને આરોપી પાસે 108 જેટલી વેબસાઈટનો કમાન્ડ અને કંટ્રોલ હતો. એટલે કે 108 વેબસાઈટ હેક કરી બન્ને આરોપીએ 5854 બનાવટી ડીગ્રીઓ બનાવી વિદ્યાર્થીઓને વહેંચી હતી.

5 થી 10 લાખમાં વેચાતી આ ડીગ્રીનો કાળો કારોબાર છેલ્લા કેટલાય વર્ષોથી ચાલતો હતો. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પણ 30 બોગસ ડીગ્રી બની હોવાનો ખુલાસો થયો છે. મહત્ત્વનું છે કે સાયબર ક્રાઈમને દોઢ વર્ષ પહેલાં ફાર્મસી ઓફ કાઉન્સિલ તરફથી ફરિયાદ મળી હતી કે તેમની વેબસાઈટમાં ખોટી એન્ટ્રી થઈ રહી છે. જેની તપાસ કરતા અગાઉ સાયબર ક્રાઇમે મૃગાંક ચતુર્વેદી નામના શખ્સની ધરપકડ કરી હતી. જેની તપાસ કરતા ક્રાઈમ બ્રાંચે વેસ્ટ બંગાળના બે આરોપીને ઝડપી લીધા છે. જે આ ગુનાના માસ્ટરમાઈન્ડ છે.

આ પણ વાંચો- પરિવારમાં ખેલાયો ખુની ખેલ, પુત્ર-પુત્રી સાથે મળી માતાએ નાના દીકરાનું ગળું વાઢી નાંખ્યું

સાયબર ક્રાઈમની તપાસમાં સામે આવ્યું કે, આરોપીઓએ  વેબસાઇટ હેકિંગ કરવા માટે પેનલ બનાવી હતી. જેમાં તેઓએ યુનિવર્સિટી સહીત ભારતની 108 વેબસાઇટ હેક કરી છે. અલગ અલગ 82 ડિગ્રી કોર્ષના બનાવટી સર્ટિફિકેટ બનાવ્યા હોવાના નામ સામે આવ્યા છે. સાથે જ 5854 વિદ્યાર્થીના ડેટા મળ્યા છે જેમની ખોટી એન્ટ્રી કરવામાં આવી છે. સાથે જ આરોપીની માયાજાળ રજીસ્ટ્રાર ઓફિસ અને પોસ્ટ ઓફિસમાં પણ ફેલાયેલી છે. જેમાં કોઈ ડીગ્રીની તપાસ પહોંચે તો ખોટો મેઈલ કરવામાં આવતો અને પોસ્ટમાં આરટીઆઈ આવે તો તેનો જવાબ પણ આરોપી જ કરી દેતા હોવાનો ખુલાસો થયો છે.

આ પણ વાંચો- ઝાડ પરથી ફળો તોડવા માટે એક વ્યક્તિએ બનાવ્યું અદભુત ઉપકરણ

આ કેસમાં મૂળ સુધી પહોચવા માટે જે એનાલિસિસ કરવામાં આવ્યું તેમાં GTUની ટીમ પણ સાયબર ક્રાઈમની મદદમાં હતી. આરોપીઓ દ્વારા નિમણુક કરાયેલ એજન્ટો બનાવટી સર્ટી બનાવી આપતા હતા. જ્યારે પકડાયેલ બંને આરોપીઓ વેબસાઈટ પર જઈને એન્ટ્રી કરતા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સીટી સહીત દેશમા 5854 બનાવટી ડીગ્રી સાથે ફરી રહેલા બોગસ વિદ્યાર્થીઓ અને 44 જેટલા એજન્ટ કે જે આ બોગસ ડીગ્રી કૌંભાડમાં જોડાયેલા છે. તેમની પોલીસે તપાસ શરૂ કરી છે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad Crime latest news, Ahmedabad cyber crime, Ahmedabad police, CYBER CRIME, Cyber crime branch

આગામી સમાચાર