Home /News /gujarat /

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકોઃ અલ્પેશ ઠાકોરે આપ્યું રાજીનામું

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકોઃ અલ્પેશ ઠાકોરે આપ્યું રાજીનામું

અલ્પેશ ઠાકોર (ફાઇલ તસવીર)

લોકસભાની ચૂંટણીના મતદાન પહેલા જ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે રાજીનામું આપ્યું છે.

    ન્યૂઝ18ગુજરાતીઃ લોકસભાની ચૂંટણીના મતદાન પહેલા જ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે રાજીનામું આપ્યું છે. મંગળવારે મોડી રાતથી અલ્પેશ ઠાકોરના રાજીનામાની વાત વહેતી થયા બાદ હાઇવોલ્ટેજ ડ્રામાનો આજે બુધવારે સાંજે અંત આવ્યો છે.  આ ઉપરાંત બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અને બહુચરાજીના ધારાસભ્ય ભરતસિંહ ઠાકોર કોંગ્રેસ છોડ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે.

    મંગળવારે ઠાકોર સેનાની મીટિંગ થઇ હતી. જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે, અલ્પેશ ઠાકોરના રાજીનામાની વાતના પગલે કોંગ્રેસમાં ફાળ પડી હતી. જેના પગલે કોંગ્રેસ પ્રભારી પણ અલ્પેશ ઠાકોર સાથે વાત કરીને બધુ બરાબર કરવાની વાત કરી હતી. જ્યારે બીજી તરફ રાજ્યના મુખ્યમંત્રી આડકતરી રીતે ઇશારો કર્યો હતો. કે બધા અમારા સંપર્કમાં છે.

    તો બીજી તરફ સોશિયલ મીડિયાના માધ્યમથી અલ્પેશ ઠાકોરે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું છે. આ વાતથી અજાણ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, અત્યારે જ મીડિયાના માધ્યમથી જ અલ્પેશના રાજીનામાની જાણ થઇ છે. પ્રદેશ કાર્યાલય ગયા બાદ તેના રાજીનામાનો અભ્યાસ કર્યા પછી જ રીએક્સન અપાશે.

    આ પણ વાંચોઃ-કોંગ્રેસમાંથી રાજીનામાની અટકળો વચ્ચે અલ્પેશ ઠાકોરે ગુજરાત છોડ્યું

    અલ્પેશ ઠાકોરે પોતાના રાજીનામાં જણાવ્યું હતું કે, મારું જીવન સમાજસેવા સાથે જોડાયેલું છે. હું રાજનીતિમાં પણ મારા સમાજ અને ગરીબોના ઉત્થાન માટેની વિચારધારા સાથે જોડાયેલો હતો. ગરીબો પછાતોનાં ઘરમાં ઉજાસ કરવાનાં સપના મેં જોયા છે.

    આ પણ વાંચોઃ-અલ્પેશ ભાજપમાં જોડાવા અંગે મુખ્યમંત્રીએ કહ્યું : 'બધા' અમારા સંપર્કમાં છે

    જેને પુરા કરવા માટે મારા આત્મામાં સતત મંથન ચાલતું હોય છે. સમગ્ર ગુજરાતના મારા સેનાનાં ગરીબ યુવાનોની અવગણનાં અને અપમાનથી યુવાનોમાં ખુબ જ દુઃખ અને આક્રોશ છે.

    આ પણ વાંચોઃ-ઠાકોર સેનાનો નિર્ણય શિરોમાન્ય, અલ્પેશ કહેશે તેમ કરીશું : ધવલસિંહ ઝાલા

    મારા માટે મારી ઠાકોર સેના સર્વોપરી છે. મને પદ કે સત્તાની લાલસા હોય તો કદાય હું અને મારી સેના કોંગ્રેસ પાર્ટીનાં ખરાબ અને સંઘર્ષના સમયમાં ના જોડાઇ હોત માટે જ આ નિર્ણય કરવો અમારા માટે ખુબજ દુઃખદાયક છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Lok Sabha Election, Lok sabha election 2019, અલ્પેશ ઠાકોર

    આગામી સમાચાર