Home /News /gujarat /

વિરાટ કોહલી સાથે સગાઇ કરતાં પૂર્વે અનુષ્કા શર્માએ લીધા ગુરૂના આશીર્વાદ

વિરાટ કોહલી સાથે સગાઇ કરતાં પૂર્વે અનુષ્કા શર્માએ લીધા ગુરૂના આશીર્વાદ

બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની સગાઇની ચર્ચાઓ જોરશોરથી થવા લાગી છે. બંને હાલમાં ઉત્તરાખંડમાં જ છે એવા સમયે એક મહત્વની વાત સામે આવી છે કે, અનુષ્કાને જે ગુરૂ અને આશ્રમ પર ભારે આસ્થા છે એવા અનંત બાબાના આશીર્વાદ લેવા માટે અનુષ્કા સાથે વિરાટ કોહલી પણ આવ્યો હતો.

બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની સગાઇની ચર્ચાઓ જોરશોરથી થવા લાગી છે. બંને હાલમાં ઉત્તરાખંડમાં જ છે એવા સમયે એક મહત્વની વાત સામે આવી છે કે, અનુષ્કાને જે ગુરૂ અને આશ્રમ પર ભારે આસ્થા છે એવા અનંત બાબાના આશીર્વાદ લેવા માટે અનુષ્કા સાથે વિરાટ કોહલી પણ આવ્યો હતો.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની સગાઇની ચર્ચાઓ જોરશોરથી થવા લાગી છે. બંને હાલમાં ઉત્તરાખંડમાં જ છે એવા સમયે એક મહત્વની વાત સામે આવી છે કે, અનુષ્કાને જે ગુરૂ અને આશ્રમ પર ભારે આસ્થા છે એવા અનંત બાબાના આશીર્વાદ લેવા માટે અનુષ્કા સાથે વિરાટ કોહલી પણ આવ્યો હતો. કહેવાય છે કે, સગાઇ પૂર્વે આ બંનેએ અહીં રાતે વિધિ પણ કરાવી હતી.

વાંચો: વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા 1લી જાન્યુઆરીએ કરશે સગાઇ

જે ગુરૂ અને આશ્રમમાં જઇને અનુષ્કા શર્મા પોતાની ફિલ્મો માટે પૂજા પાઠ કરાવે છે તેમજ વર્લ્ડ કપ દરમિયાન અનુષ્કા જે આશ્રમમાં પૂજા કરવા માટે આવી હતી. જે ગુરૂને પુછ્યા વિના અનુષ્કા કોઇ પણ શુભ કાર્ય કરતી નથી એ ગુરૂના ત્યાં અનુષ્કા ફરી એકવાર આવી હતી અને વિરાટ કોહલી સાથે સગાઇ કરતાં પૂર્વે અહીં આવીને તેણીએ ગુરૂના આશીર્વાદ લીધા હતા.

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી બંને અહીં ગુરૂના આશ્રમે આવ્યા હતા અને આશીર્વાદ લીધા હતા. હરિદ્વાર નજીક એક નાનકડા ગામ પથરીથી અમ્બુવાલામાં આવ્યો છે આ ગુરૂનો આશ્રમ, અનુષ્કાના ગુરૂના આ આશ્રમનું નામ અનંત આશ્રમ છે. કહેવાય છે કે, 1લી જાન્યુઆરીએ અનુષ્કા અને વિરાટ કોહલીની સગાઇ થવાની છે.

અનુષ્કા શર્મા બુધવારે મોડી રાતે અંદાજે 10 વાગે હોટલ આનંદાથી નીકળીને સીધી અહીં ગુરૂ અનંત બાબાના આશ્રમમાં આવી પહોંચી હતી. અનુષ્કા ઉત્તરાખંડમાં હોવાથી અહીંના લોકોને હતું જ કે અનુષ્કા અહીં બાબાના દર્શને આવશે જ અને થયું પણ એવું જ.

પરંતુ અગાઉ જ્યારે અનુષ્કા અહીં આવી હતી તો ગામના દરેક બાળકોને પણ મળી હતી અને દિલ ખોલીને ગામના બાળકો સાથે વિરાટ કોહલી અંગે વાતો પણ કરી હતી. જે બાદ બંનેની વાતો બહાર આવી હતી.

પરંતુ આ વખતે અનુષ્કા ના તો દિવસે આવી અને ના એકલી. પરંતુ સાથે વિરાટ કોહલી પણ હતો. કહેવાય છે કે આશ્રમને પહેલેથી જ કહી દેવાયું હતું કે આ બંને આવવાના છે.

બંને રાતે લગભગ 11 વાગે અહીં આવી પહોંચ્યા હતા અને પૂજા પાઠ બંને સવારે લગભગ 5-30 કલાકે બંને નીકળી ગયા હતા. આ વખતે ગુરૂ અગાઉની જેમ પહેલેથી જ ચૂપ છે. પરંતુ આ વખતે ગુરૂએ વિરાટ અને અનુષ્કા સાથે ફોટો જરૂર ખેંચાવ્યો હતો.
First published:

Tags: અનુષ્કા શર્મા, ઉત્તરાખંડ, ક્રિકેટ, બોલીવુડ, વિરાટ કોહલી, વિરાટ કોહલી અનુષ્કા શર્મા સગાઇ, સગાઇ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन