Home /News /gujarat /અનુરાગ ઠાકુર બન્યા BCCIના નવા બોસ, બોર્ડના સૌથી યુવા અધ્યક્ષ

અનુરાગ ઠાકુર બન્યા BCCIના નવા બોસ, બોર્ડના સૌથી યુવા અધ્યક્ષ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ અને બીજેપી સાંસદ અનુરાગ ઠાકુર બીસીસીઆઈના નવા અધ્યક્ષ હશે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ અને બીજેપી સાંસદ અનુરાગ ઠાકુર બીસીસીઆઈના નવા અધ્યક્ષ હશે.

  • IBN7
  • Last Updated :
નવી દિલ્હી# ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ અને બીજેપી સાંસદ અનુરાગ ઠાકુર બીસીસીઆઈના નવા અધ્યક્ષ હશે. આ પદ માટે માત્ર અનુરાગ ઠાકુરના તરફથી જ નોમિનેશન ફાઇલ કરવામાં આવ્યું હતુ. એવામાં તેમનું અધ્યક્ષ બનવું નક્કી હતુ. આજે બેઠકમાં તેમના નામ પર મોહર લાગી ગઇ છે અને તેમને બિનહરિફ અધ્યક્ષ તરીકે પસંદ કરી લેવામાં આવ્યા છે.

અનુરાગ ઠાકુર બીસીસીઆઈના સૌથી યુવા અધ્યક્ષ છે. આજે બીસીસીઆઇ ની વિશેષ બેઠકમાં અનુરાગ ઠાકુરને અધ્યક્ષ પસંદ કરવા પર સત્તાવાર રીતે એલાન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, શશાંક મનોહરે બીસીસીઆઈ માંથી રાજીનામું આપી આઇસીસી ના ચેરમેન બન્યા બાદ થીજ આ પદ ખાલી હતુ.

અનુરાગ ઠાકુર 2017 સુધી બોર્ડના અધ્યક્ષ રહેશે. અત્યાર સુધી ઠાકુર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ પદ પર હતા. તેમના સ્થાને સચિવ પદ અંગે બેઠકમાં અજય શિર્કેને પસંદ કરવામાં આવ્યા છે.

ઠાકુરની નિમ્ણંક પર મુકુલ મુદગલે કહ્યું કે, તેમની પાસે સચિવના રૂપ ઘણો અનુભવ છે. મને કોઇ શંકા નથી કે, તેઓ પોતાની જવાબદારી સારી રીતે નિભાવશે. તો આ તરફ બીજેપી નેતા શાહનવાઝ હુસૈને કહ્યું કે, અનુરાગ ઠાકુર જે વસ્તુને સ્પર્શ કરે છે, તેમાં ચાર ચાંદ લાગી જાય છે. ખુશીની વાત છે કે, તેમની પસંદગી કરવામાં આવી છે.
First published:

Tags: અધ્યક્ષ, અનુરાગ ઠાકુર, નવા, બીજેપી સાંસદ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन