Home /News /gujarat /

પાક કલાકારોએ ભારતીયો પર થયેલા હુમલાની આલોચના કરવી જોઇએ : અનુપમ ખેર

પાક કલાકારોએ ભારતીયો પર થયેલા હુમલાની આલોચના કરવી જોઇએ : અનુપમ ખેર

અભિનેતા અનુપમ ખેરનું કહેવું છે કે, પાકિસ્તાની કલાકારો માટે પણ મહ્તવપૂર્ણ છે કે એમણે પણ ભારતીય સૈનિકો પર થયેલા હુમલાની નિંદા કરવી જોઇએ. અનુપમે કહ્યું કે, પડોશી દેશના કલાકારોએ એ કહેવું જોઇએ કે અમે ભારતીય સૈનિકાના ર્દુભાગ્યપૂર્ણ સંહારની નિંદા કરીએ છીએ.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #અભિનેતા અનુપમ ખેરનું કહેવું છે કે, પાકિસ્તાની કલાકારો માટે પણ મહ્તવપૂર્ણ છે કે એમણે પણ ભારતીય સૈનિકો પર થયેલા હુમલાની નિંદા કરવી જોઇએ. અનુપમે કહ્યું કે, પડોશી દેશના કલાકારોએ એ કહેવું જોઇએ કે અમે ભારતીય સૈનિકાના ર્દુભાગ્યપૂર્ણ સંહારની નિંદા કરીએ છીએ.

જમ્મુ કાશ્મીરના ઉરી જિલ્લામાં 18 સપ્ટેમ્બરે થયેલા આતંકવાદી હુમલા બાદ દેશભરમાં પાકિસ્તાન વિરોધી જે લહેર ઉઠી છે, જે બાદ મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાએ 23 સપ્ટેમ્બરે ધમકી ઉચ્ચારી પાકિસ્તાની કલાકારોને ભારત છોડી દેવા અલ્ટીમેટમ આપ્યું હતું.

અનુપમ ખેરે ચેનલ જીંદગી માટે આયોજિત એક સમારોહમાં આ અંગે પુછવા પર કહ્યું કે પાકિસ્તાની કલાકારો માટે એ કહેવું જરૂરી છે કે અમે ભારતીય સૈનિકો પર થયેલા હુમલાની નિંદા કરીએ છીએ.

અનુપમે કહ્યું કે, પાકિસ્તાનના ઘણા લોકો સારા છે અને સારા મહેમાનનવાજી છે. પરંતુ જ્યારે વાત દેશ અને આપણા જવાનોની આવે છે તો હું કુટનીતિજ્ઞ ના થઇ શકું. હું માપા દેશ પ્રતિ પક્ષપાતી છું.

અનુપમનું માનવું છે કે, કલા અને સંસ્કૃતિની કોઇ સીમા નથી હોતી. પરંતુ એનાથી પણ વધુ જરૂરી છે કે પડોશી દેશના કલાકારો પણ આતંકવાદી ઘટનાની નિંદા કે જેમણે ભારતીય સૈનિકોની હત્યા કરી છે.
First published:

Tags: અનુપમ ખેર, ઉરી આતંકી હુમલો, કલાકારો, પાકિસ્તાન, ભારત, મનસે

આગામી સમાચાર