Home /News /gujarat /

રાજ્યમાં છેલ્લા 6 દિવસમાં ACBએ 6 ટ્રેપ કરી 10 લાંચિયા સરકારી બાબુઓની ધરપકડ

રાજ્યમાં છેલ્લા 6 દિવસમાં ACBએ 6 ટ્રેપ કરી 10 લાંચિયા સરકારી બાબુઓની ધરપકડ

પ્રતિકાત્મક તસવીર

સૌથી મોટી ટ્રેપની વાત કરવામાં આવે તો વડોદરાની હતી, જેમાં પીએસ કચેરીના ઇન્ફોર્સમેન્ટ ઓફીસર વતી તેમના મળતિયાએ રૂપિયા એક લાખની લાંચ સ્વીકારી હોવાનું બહાર આવ્યું હતું.

    ઋત્વિજ સોની, અમદાવાદ

    એન્ટી કરપ્શન બ્યુરોએ છેલ્લા કેટલાય સમયથી ભ્રષ્ટાચારી બાબુઓ સામે લાલ આંખ કરી છે. છતાં પણ આ લાંચિયા સરકારી બાબુઓએ જાણે કે ન સુધરવાની હઠ પકડી હોય તેમ લાગી રહ્યું છે. એસીબીએ સમગ્ર રાજ્યભરમાં સપાટો બોલોવ્યો હતો. છ દિવસમાં છ ટ્રેપ કરીને 10થી વધુ આરોપીઓને ઝડપી લીધા હતા.

    લોક જાગૃતિના અનેક પ્રયત્નો બાદ હવે લોકોમાં જાગૃતતા આવી હોય તેમ લાગી રહ્યું છે. એસીબીએ સોમવારે રાજ્યમાં સપાટો બોલાવતા અલગ અલગ વિસ્તારમાં છ ટ્રેપ કરી હતી. જેમાં જામનગર, દાહોદ, વડોદરા, અંકલેશ્વર, અને અંબાજીમાં ટ્રેપ કરવામાં આવી હતી.

    સૌથી મોટી ટ્રેપની વાત કરવામાં આવે તો વડોદરાની હતી, જેમાં પીએસ કચેરીના ઇન્ફોર્સમેન્ટ ઓફીસર વતી તેમના મળતિયાએ રૂપિયા એક લાખની લાંચ સ્વીકારી હોવાનું બહાર આવ્યું હતું. ઇનબોક્ષ ઇન્ફોટેક પ્રાઇવેટ લીમીટેડમાં પારૂ તિવારી નામની ઇન્ફોર્સમેન્ટ ઓફિસર દ્વારા ઓગષ્ટ 2018માં રેકોર્ડ ચેક કરવામાં આવ્યો હતો. જેમાં છેલ્લા એક વર્ષથી કર્મચારીઓનો પીએફ ભરપાઇ ન કર્યો હોવાનું જાણવા મળતા જ તેમના દ્વારા એક લાખની લાંચ માંગવામાં આવી હતી. જો કે લાંચ નહીં આપવામાં આવે તો એસીબીના ફરિયાદી સામે એફઆઇઆર કરવાની પણ ધમકી આ ઓફિસરએ આપી હોવાનો આરોપ ફરિયાદી દ્વારા કરવામાં આવ્યો છે. જે મામલાની પતાવટ માટે ઓફિસર દ્વારા એક લાખ રૂપીયા માંગવામાં આવ્યાં હતાં.

    જ્યારે અન્ય એક મોટી ટ્રેપ જામનગરમાં કરવામાં આવી છે....જેમાં પીએસઆઇ અને બે હેડ કોન્સ્ટેબલ દ્વારા ટ્રાન્સપોર્ટના ઓવરલોડ વાહન ચલાવવા માટે 50 હજારની લાંચ માંગવામાં આવી હતી. દાહોદમાં મામલતદાર અને એક વ્યક્તિ. વડોદરામાં સરકારી અનાજના રીલીઝ ઓર્ડરના કામથી એફસીઆઇ ગોડાઉના બે ઓફીસ આસીસટન્ટ રૂપિયા એક હજારની લાચ લેતા પકડાયા હતા અને અંકલેશ્વરમાં સરંપચ તેમજ તલાટી કમ મંત્રી સ્ટ્રીટ લાઇટના બીલ પાસ કરાવવા માટે રૂપીયા 10 હજારની લાંચ લેતા પકડાયા છે.

    હાલમાં એસીબી દ્વારા આ તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીઓના ઘરે અને ઓફિસમાં પણ એસીબી દ્વારા સર્ચ ઓપરેશન કરાવમાં આવશે. જ્યારે જે પણ આરોપીઓના નામ બહાર આવે તેમની સામે પણ એસીબી કાર્યવાહી કરશે.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Bribe, એસીબી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन