બિહારમાં વધુ એક પત્રકારને જાનથી મારી નાંખવાની ધમકી, JDU નેતા સામે ફરિયાદ
બિહારમાં વધુ એક પત્રકારને જાનથી મારી નાંખવાની ધમકી, JDU નેતા સામે ફરિયાદ
#બિહારના સિવાનમાં પત્રકારની હત્યાની શાહી હજુ સુકાઇ નથી ત્યાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે. મુખ્યમંત્રી નિતિશકુમારના વતનના જિલ્લા નાલંદાના જેડીયૂ એમલસી હિરા પ્રસાદ બિંદના માણસો દ્વારા પત્રકારને જાનથી મારી નાંખવાની ધમકીનો મામલો સામે આવ્યો છે.

બિહાર #બિહારના સિવાનમાં પત્રકારની હત્યાની શાહી હજુ સુકાઇ નથી ત્યાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે. મુખ્યમંત્રી નિતિશકુમારના વતનના જિલ્લા નાલંદાના જેડીયૂ એમલસી હિરા પ્રસાદ બિંદના માણસો દ્વારા પત્રકારને જાનથી મારી નાંખવાની ધમકીનો મામલો સામે આવ્યો છે.
ગુરૂવારે એક હિન્દી દૈનિકના પત્રકાર રાજેશકુમાર સિંહને જેડીયૂ એમએલસી હિરા પ્રસાદ બિંદના માણસોએ પ્રેસ કાર્યાલયમાં ઘૂસીને પ્રકાશિત કરાયેલ એક સમાચારને લઇને બબાલ કરી માફી માંગવા કહ્યું અને આમ નહીં કરતાં સિવાનમાં જે રીતે પત્રકારના હાલ થયા એવા બેહાલ કરવાની ધમકી આપી હતી.
પીડિત પત્રકારે આ મામલે લહેરી પોલીસ સ્ટેશનમાં જેડીયૂ નેતા હિરા બિંદ સહિત ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. પીડિત પત્રકારનું કહેવું છે કે, એક સપ્તાહ પૂર્વે ડીએમની જાણકારી મુજબ પંચાયત ચૂંટણી અંગેના એક સમાચાર પ્રકાશિત કરાયા હતા. જેમાં જેડીયૂ એમએલસીના માણસોએ એને જાનથી મારી નાંખવાની ધમકી આપી છે.
અહીં નોંધનિય છે કે, આ અગાઉ હત્યા કરાયેલ પત્રકાર રાજદેવ રંજનની તપાસ સીબીઆઇને સોંપવામાં આવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર