Home /News /gujarat /

Gandhinagar News: ગુજરાતના શિક્ષણ મંત્રીની જાહેરાત, ધોરણ 1 અને 2 માં અગ્રેજી વિષય ફરજીયાત

Gandhinagar News: ગુજરાતના શિક્ષણ મંત્રીની જાહેરાત, ધોરણ 1 અને 2 માં અગ્રેજી વિષય ફરજીયાત

રાજ્યની શાળાઓમાં એકજ શિક્ષક બાબતે જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું હતું.

શિક્ષણ મંત્રીએ સ્પષ્ટતા કરી છે કે રાજ્યની શાળાઓમાં ગુજરાતી વિષય તો ફરજિયાત રહેશે જ સાથે જ અંગ્રેજી વિષય પણ દાખલ કરવામાં આવશે.

રાજ્યની શાળાઓમાં એકજ શિક્ષક બાબતે જીતુ વાઘાણી (jitu vaghani)એ નિવેદન આપતા જણાવ્યું કે, જે શાળા (School)માં એક જ શિક્ષક (Teacher) છે ત્યાં 15થી 20 વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવે છે. 171 શાળામાં 15થી 20 વિદ્યાર્થી (Student)ઓ અભ્યાસ કરે છે. પ્રવાસી શિક્ષકોની પણ વ્યવસ્થા કરાઈ રહી છે ત્યાં જ 3300 વિદ્યાસહાયકોની ભરતી પ્રક્રિયા ચાલુ છે. ત્યાં જ ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ મામલે રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. જેમાં હવેથી ગુજરાતમાં ધોરણ 1 અને 2માં અંગ્રેજી વિષય દાખલ કરવાની જાહેરાત કરવામાં આવી છે.



રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ની ભલામણ અનુસાર વિદ્યાર્થીઓ શરૂઆતનાં વર્ષોમાં એકથી વધુ ભાષાઓ સરળતાથી શીખી શકે છે. આ બાબતે નક્કર કદમ ઉઠાવી રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવાની બાબત હાલ વિચારણા હેઠળ છે, જે અંગે પૂરતી વિચારણા કરી નિર્ણય થયેથી આગામી શૈક્ષણિક વર્ષથી પ્રાથમિક શાળાઓના અભ્યાસક્રમમાં મહત્વના ફેરફાર કરી શકાય તેમ છે.

આ પણ વાંચો- Kashi News: કાશીના પંડિતોએ પીએમ મોદી પાસે માંગી અનોખી દક્ષિણા, કાશ્મીર સાથે જોડાયેલો છે મામલો

ત્યાં જ આગામી શૈક્ષણિક વર્ષથી રાજ્યની અંગ્રેજી માધ્યમ સિવાયની દરેક શાળાઓમાં ધોરણ 1 થી અંગ્રેજી વિષયનું શિક્ષણ આપવા બાબતે તેમણે જણાવ્યું કે, ધોરણ 1-2 માં વિદ્યાર્થીઓને પરિચયાત્મક અંગ્રેજી શીખવવામાં આવશે પરંતુ વિદ્યાર્થીઓ માટે અંગ્રેજીનું પાઠ્યપુસ્તક નહિ હોય, માત્ર શિક્ષક માટે શિક્ષક માર્ગદર્શિકા રૂપે હશે જેના દ્વારા વિદ્યાર્થીઓને રસપ્રદ રીતે અંગ્રેજી શિક્ષણ આપી શકાય. આ અંતર્ગત શ્રવણ (Listening) અને કથનની (5peaking) સ્કીલનો વિકાસ કરાવી શકાય.

આ પણ વાંચો- Shankarsinh Vaghela: શંકરસિંહ વાઘેલાએ રાજકારણમાં પ્રિયંકા ગાંધીની એન્ટ્રીને કોંગ્રેસની સૌથી મોટી ભૂલ ગણાવી

આ સાથે જ રાજ્યના શિક્ષણ મંત્રીએ સ્પષ્ટતા કરી છે કે રાજ્યની શાળાઓમાં ગુજરાતી વિષય તો ફરજિયાત રહેશે જ સાથે જ અંગ્રેજી વિષય પણ દાખલ કરવામાં આવશે. હાલના સમયમાં અંગ્રેજીનું મહત્ત્વ વધ્યું છે. મલ્ટિનેશનલ કંપનીમાં જોબ હોય કે વિદેશમાં અનેક ઠેકાણે અંગ્રેજી ભાષાની જરૂર પડે છે. માટે બાળક નાનપણથી અંગ્રેજીમાં પકડ મજબૂત કરશે તો તેમને આગળ જતાં કોઇ તકલીફ નહીં થાય. આજ કારણોસર રાજ્ય સરકારે વિદ્યાર્થીઓના ભવિષ્યના હિતને ધ્યાનમાં રાખીને આગવી પહેલ કરી છે.

“શ્રીમદ્ ભગવદ્ ગીતા" નો અભ્યાસક્રમમાં સમાવેશ કરાશે

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ -2020માં શિક્ષણ વ્યવસ્થા અને શૈક્ષણિક સંસ્થાઓને માર્ગદર્શિત કરતા મૂળભૂત સિદ્ધાંતો આપવામાં આવ્યા છે. આ પૈકી એક સિદ્ધાંત વિદ્યાર્થીઓમાં ભારતની સમૃદ્ધ વૈવિધ્યસભર, પ્રાચીન અને આધુનિક સંસ્કૃતિ તથા જ્ઞાનની પ્રણાલીઓ તેમજ પરંપરાઓ પ્રત્યે ગર્વ અને જોડાણની લાગણી ઉદ્દભવે તેવો પ્રયાસ કરવા પર ભાર મૂકે છે. આ અનુસંધાને રાજ્યની શાળાઓના વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિના ભવ્ય વારસાથી પરિચિત થાય અને ભારતીય હોવા પર ગર્વ અનુભવે તે માટે વિદ્યાર્થીઓના રોજિંદા જીવન અને શાળાકીય અનુભવોમાં ભારતીય સંસ્કૃતિનું જોડાણ થાય તે જરૂરી છે. આ જોડાણ વિદ્યાર્થીઓના સર્વાંગીણ વિકાસમાં મદદરૂપ બને તે રીતે ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાનપ્રણાલીનો શાળાકીય અભ્યાસક્રમમાં સમાવેશ કરવો જોઈએ. આ અનુસંધાને પ્રથમ તબક્કે શ્રીમદ્ ભગવદ્ ગીતા" નો પરિચય થાય એ હેતુથી શાળાના અભ્યાસક્રમમાં દાખલ કરવું જોઈએ.

1. શૈક્ષણિક વર્ષ 2022-23થી શાળા શિક્ષણમાં ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાનપ્રણાલીનો સમાવેશ કરવાનો રહેશે, જે પૈકી પ્રથમ તબક્કામાં રાજ્યની શાળાઓમાં ધોરણ-6 થી 12માં શ્રીમદ્ ભગવદ્ ગીતામાં સમાવિષ્ટ મૂલ્યો અને સિદ્ધાંતોનો બાળકોને સમજ અને રસ પડે તે પ્રમાણે પરિચય કરાવવામાં આવશે.

2. ધોરણ 6 થી 8માં શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પરિચય સર્વાંગી શિક્ષણ વિષયના પાઠ્યપુસ્તકમાં વાર્તા અને પઠન-પાઠન વગેરે સ્વરૂપે આપવામાં આવશે.
Published by:rakesh parmar
First published:

Tags: Gandhinagar News, Gujarat goverment, Gujarati news, Jituvaghani, ગુજરાત ટોપ ન્યૂઝ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन