IIM અમદાવાદના નવા ડિરેક્ટર તરીકે પ્રો. એરોલ ડિસુઝાની નિમણૂક કરવામાં આવી છે. આ મુદ્દે IIMના ચેરમેન કુમાર મંગલમે સત્તાવાર જાહેર કરતા પ્રો. એરોલ ડિસુઝાને નવા ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે તેવી જાહેરાત કરી છે. હવે આવતીકાલથી નવા ડિરેક્ટર તરીકે પ્રો. એરોલ ડિસુઝા સત્તાનું સુકાન સંભાળશે. પાંચ વર્ષ સુધી પ્રો. એરોલ ડિસુઝા ડિરેક્ટર પદ સંભાળશે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદની પ્રતિષ્ઠીત સંસ્થા આઈઆઈએમના પૂર્વ ડિરેક્ટર આશિષ નંદાએ ગત મહિને પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું, જેના કારણે સંસ્થામાં ડિરેક્ટર પદની જગ્યા ખાલી પડી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આ પદ માટે રવિન્દ્ર ધોળકીયા, એરોલ ડિસુઝા, રાકેશ બસંત, અજય પાંડે અને અરવિંદ સહાયનું નામ ચર્ચામાં હતું, જ્યારે આજે આઈઆઈએમના ચેરમેન કુમાર મંગલમે સત્તાવાર જાહેરાત કરી આ પદ માટે પ્રો. એરોલ ડિસુઝાની પસંદગી કરવામાં આવી છે.