Home /News /gujarat /Ankleshwar loot: અંકલેશ્વર લૂંટ કેસમાં પોલીસનું દિલધડક ઓપરેશન, 24 કલાકમાં જ ઝડપી પાડ્યા પાંચ આરોપી

Ankleshwar loot: અંકલેશ્વર લૂંટ કેસમાં પોલીસનું દિલધડક ઓપરેશન, 24 કલાકમાં જ ઝડપી પાડ્યા પાંચ આરોપી

અંકલેશ્વર લૂંટની ઘટના સીસીટીવીમાં કેદ

Ankleshwar loot updates: ભરૂચમાં જ રેન્જ આઈજી ઉપસ્થિત હતા અને રાતની ફાયરિંગની ઘટના બાદ એલર્ટ રહેલી પોલીસ તરત એક્શનમાં આવી હતી

અંકલેશ્વર : શહેરના (Ankleshwar) પિરામણ નાકા પાસે આવેલી યુનિયન બેંકમાં (Union Bank) ભર બપોરે ત્રાટકેલા ચાર લૂંટારુઓએ બંદૂકની અણી પર બેંકમાંથી 44 લાખ જેટલી રકમની લૂંટ (Union Bank loot) ચલાવી હતી. બેન્કનો ગેટ બંધ કરી કર્મચારી અને ગ્રાહકોને બંધક બનાવી આ શખ્સોએ લૂંટ આચરી હતી. બેંકમાંથી લૂંટ કરી સુરત તરફ ભાગેલા લૂંટારુઓનો પોલીસે પીછો કરાયો હતો. જેમાં પોલીસ અને લૂંટારાઓ વચ્ચે સામ સામે ફાયરિંગની ઘટનામાં ઘાયલ થયા બાદ એક લૂંટારુ પકડાઈ ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. આ દિલધડક રેસ્ક્યૂમાં 5 આરોપી પકડાઇ ગયા છે. આ સાથે લૂંટારુઓ પાસેથી પોલીસે 20 લાખથી વધુની રકમ રિકવર કરી લીધી છે.

પોલીસ લૂંટારુઓ વચ્ચે ફાયરિંગ


અંકલેશ્વર શહેરની મધ્યમાં પીરામણનાકાના ભરચક વિસ્તારમાં આવેલી યુનીયન બેન્ક ઓફ ઇન્ડિયાની શાખા પર ત્રાટકેલા 4 જેટલા લુટારૂએ તંમચાની અણીએ લૂંટ ચલાવી હતી. પોલીસે સમયસર દોડી આવી લૂંટારૂનો પીછો કરી રાજપીપળા ચોકડી પાસે સામ સામે ફાયરિંગ થઇ હતી. જેમાં એક લૂંટારૂને ધાયલ કરી ઝડપી પાડ્યો હતો.

આજથી ગુજરાતમાં મેઘરાજાની સવારીની વધશે સ્પીડ

પોલીસે કર્યું મેગા ઓપરેશન


નોંધનીય છે કે, ભરૂચમાં જ રેન્જ આઈજી ઉપસ્થિત હતા અને રાતની ફાયરિંગની ઘટના બાદ એલર્ટ રહેલી પોલીસ તરત એક્શનમાં આવી હતી. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક પોલીસે નાકા બંધી દરમિયાન લૂંટારુઓને પડકાર્યા હતા. લૂંટારુઓએ પોલીસ ઉપર ફાયરિંગ કરતા જવાબમાં પ્રતિકારમાં પોલીસે પણ ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું હતુ. જેમાં એક લૂંટારું રાતે અને અન્ય લૂંટારું પોલીસના મેગા ઓપરેશનમાં ઝડપાઇ ગયા હતા.


કોન્સ્ટેબલે પણ ભીડી હતી બાથ


અંક્લેશ્વરના સાયબર સેલમાં ફરજ બજાવતાં કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ ઝાલા લૂંટારુઓ ભાગી રહ્યા હતા તે દરમિયાન કોઇ કામ અર્થે બેંક બહાર પહોંચ્યા હતા. તેઓ યુનિયન બેન્ક પાસેના ગેટ નજીક આવતાં બે શખ્સોની શંકાસ્પદ હિલચાલ જણાઇ હતી. જેથી તેમણે બહારથી જોતાં અંદરની હલચલ જોઇને લૂંટ ચાલી રહી હોવાનું લાગ્યું હતુ. જેથી તેઓ તેમનું વાહન પાર્ક કરી બેન્કમાં જઇ રહ્યાં હતાં. તે વેળાં લૂંટારૂઓએ લૂંટને અંજામ આપી તેમને તમંચો બતાવી તેમને બેન્કમાં ધક્કો મારી ત્યાંથી ભાગી ગયાં હતાં. બેન્કમાં લોકોએ તેમને લૂંટ અંગેની જાણ કરતાં તેઓ લૂંટારૂઓ પાછળ દોડ્યાં હતાં. તેમણે હિંમતભેર લૂંટારૂઓ પાછળ પડતા એક લૂંટારૂએ બે રાઉન્ડ ફાયર કરવાની કોશિષ કરી હતી.
First published:

Tags: અંકલેશ્વર, ગુજરાત, લૂંટ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો