Home /News /gujarat /અમદાવાદઃઓબીસી એકતા મંચના નેતા અલ્પેશ ઠાકોર રેલી કાઢે તે પહેલા જ અટકાયત
અમદાવાદઃઓબીસી એકતા મંચના નેતા અલ્પેશ ઠાકોર રેલી કાઢે તે પહેલા જ અટકાયત
અમદાવાદઃ250 જેટલી આંગણવાડી બહેનો-આશાવર્કરો આજે પીએમ નરેન્દ્ર મોદીને પગાર સહિતની વિવિધ માંગણીઓ અને પડતર પ્રશ્નોની રજૂઆત કરે તે પુર્વે સુભાષબ્રિજ કલેક્ટર કચેરી સામેથી મહિલાઓની અટકાયત કરી લેવાઇ છે. PM મોદીને મહિલાઓ રજૂઆત કરવા જવાની હતી.મહિલાઓની આગેવાની લેનાર અરૂણ મહેતાની પણ અટકાયત કરાઇ છે.તમામ મહિલાઓને પોલીસ હેડ ક્વાર્ટર લઈ જવાઈ છે.

ક્ષત્રિય ઠાકોર સેનાના કન્વીનર અલ્પેશ ઠાકોર દ્વારા આજે આંગણવાડી બહેનોના સમર્થનમાં ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધી રેલી કાઢવાની જાહેરાત કરી હતી. આ રેલી નીકળે તે પહેલાં જ ક્લેક્ટર કચેરીની બહારથી અલ્પેશ ઠાકોર સહિત આંગણવાડી બહેનો-આશાવર્કરોની અટકાયત કરાઇ છે. નોધનીય છે કે, મહિલા દિવસે જ મહિલાઓનો અવાજ દબાવી દેવાતા રોષ જોવા મળ્યો હતો.
બીજી તરફ દલિત નેતા જીજ્ઞેશ મેવાણી દિલ્હીથી પરત અમદાવાદ પહોચ્યા ત્યારે ક્રાઈમ બ્રાન્ચે જીજ્ઞેશ મેવાણીની એરપોર્ટ પર જ અટકાયત કરી હોવાનું જાણવા મળ્યુ છે.આંદોલનકારીઓ પર પોલીસ દ્વારા વોચ રખાઈ છે.
જ્યારે જાણવા મળ્યા મુજબ ગાંધીનગરમાં કોંગ્રેસના કાર્યકરો વિરોધ પ્રદર્શન કરે તે પહેલાં જ કોંગ્રેસ કાર્યાલયની બહાર પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. નોધનીય છે કે આજે વુમન્સ ડે છે. અત્યારે અઢી વાગ્યે મહિલા દિન નિમિતે વડાપ્રધાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે દેશની 6 હજાર મહિલા સરપંચોને સંબોધવાના છે.