આણંદ: વાસદ સ્થિત સત કેવલ સંપ્રદાયના સંત નિર્ભયદાસજી મહારાજનું (Nirbhatdasji Maharaj) ચાલુ પ્રવચન દરમિયાન અવસાન (death while pravachan) થયુ છે. આ આખી વિરલ ઘટના કેમેરામાં કેદ થઇ ગઇ છે. જેથી સંત નિર્ભયદાસજી મહારાજનો છેલ્લો વીડિયો (last video of Nirbhayadasji Maharaj) ઘણો જ જોવાઇ રહ્યો છે. નોંધનીય છે કે, કોઇ મહારાજના પ્રવચનનો વીડિયો કેમેરામાં લઇ રહ્યા હતા. દરમિયાન જ આ ઘટના બની હતી.
પ્રવચન આપતા આપતા મોત
સોજીત્રા ખાતે સત્સંગ સભામાં જોગાનુજોગ સંત નિર્ભયદાસજી મહારાજ મૃત્યુના વિષય પર તેમના અનુયાયીઓને પ્રવચન આપી રહ્યા હતા. આ પ્રવચન દરમિયાન જ બોલતા બોલતા તે અચાનક ઢળી પડ્યા હતા. આ મોત એટલું જલ્દી થયું કે, તેમણે પડતા સમયે ફુલની લટકાવેલી માળાનો સહારો લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેઓ માળાને અડે તે પહેલા જ તેઓ ઢળી પડ્યા હતા.
ઘણો જ જોવાઇ રહ્યો છે છેલ્લો વીડિયો
પ્રવચન દરમિયાન સંત નિર્ભયદાસજી મહારાજે ‘સત કેવલ સાહેબ’ કહી પ્રવચનની શરૂઆત કરી હતી. આ દરમિયાન સભામાં નિર્ભયદાસજી મહારાજ અચાનક ઢળી પડ્યા હતા. તેમના નીચે પડતા જ તેમના અનુયાયીઓએ તેમની પાસે આવી ગયા હતા. પરંતુ તેમનુ મોત થયુ હતું. નિર્ભયદાસજી મહારાજનું મૃત્યુ પ્રવચન અને તે દરમિયાન તેમના મૃત્યુની ઘટના મોબાઈલ વીડિયોમાં કેદ થઈ હતી. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો જ જોવાઇ રહ્યો છે.