Home /News /gujarat /

ગુજરાતમાં આ શું થઈ રહ્યું છે? ગોળા બાદ હવે આકાશમાંથી પડી રહસ્યમય વસ્તુ, સોજિત્રાના લોકોમાં વ્યાપી ચિંતા

ગુજરાતમાં આ શું થઈ રહ્યું છે? ગોળા બાદ હવે આકાશમાંથી પડી રહસ્યમય વસ્તુ, સોજિત્રાના લોકોમાં વ્યાપી ચિંતા

બે દિવસ પહેલા આ વિસ્તારમાં આકાશમાં મોટો ઘડાકો થયો હતો.

Gujarat Latest News: : રાજ્યમાં થોડા દિવસથી આકાશમાંથી અજાણી વસ્તુઓ પડતા લોકોમાં કુતૂહલ સાથે ડરનો માહોલ છવાયો છે. સોજિત્રાના અન્ય એક ખેતરમાં અજાણી વસ્તુ પડી છેે.

    સોજિત્રા: રાજ્યમાં (Gujarat) થોડા દિવસથી આકાશમાંથી અજાણી વસ્તુઓ (unknown things fell from sky) પડતા લોકોમાં કુતૂહલ સાથે ડરનો માહોલ છવાયો છે. ત્યારે સોજિત્રા (Sojitra) તાલુકાના કાસોર તાબેના ખોડીયારપુરામાં પણ અજાણી વસ્તુ પડી છે. સોમવારે સોજિત્રાના વિરોલ ગામના શારદાપુરા વિસ્તારમાં દોઢ ફૂટ લાંબો કોઇ પદાર્થ પડ્યો છે. આ અજાણી વસ્તુને અવકાશી પદાર્થનો (space debris) ટૂકડો માનવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે, રવિવારે આ અજાણી વસ્તુ સીમના એક ખેતરમાં પડી હતી.

    આ અંગે સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે, બે દિવસ પહેલા આ વિસ્તારમાં આકાશમાં મોટો ઘડાકો થયો હતો. જે બાદ રવિવાર સાંજે ખેડૂતે આ અજાણી વસ્તુ ખેતરમાં પડેલી જોઇ હતી. જે બાદ તેમણે ગામના આગેવાનોને વાત કરી હતી. સોજિત્રામાં 10 કિમીના વિસ્તારમાં ત્રણ જગ્યાએ અજાણ્યો અવકાશી પદાર્થ જોવા મળ્યો હતો. જે બાદ લોકોમાં ચિંતા અને ફફડાટનો માહોલ છવાયો હતો.

    બે દિવસ પહેલા આ વિસ્તારમાં આકાશમાં મોટો ઘડાકો થયો હતો.


    આ પણ વાંચો : ગુજરાતની મહિલા વોલીબોલ ટીમે ઇતિહાસ રચ્યો

    નોંધનીય છે કે, ગુજરાતમાં અત્યાર સુધી ચાર જગ્યાએ ધાતુના ગોળા જેવો પદાર્થ આકાશમાંથી નીચે પડતો હતો. આણંદ અને ખેડા જિલ્લા બાદ વડોદરા અને સુરેન્દ્રનગર જિલ્લામાં ધાતુના ગોળા પડતા લોકોમાં વધુ કુતૂહલ સર્જાયુ હતુ. આકાશમાંથી એક જ પ્રકારના ગોળા વિવિધ વિસ્તારમાં કેવી રીતે પડી રહ્યા છે તે અંગે પોલીસ અને FSLની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. રાજ્યમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી આ પ્રકારની ઘટના બનતા લોકોમાં ડર તો છે જ પરંતુ તેઓ એ પણ જાણવા ઉત્સુક છે કે ખરેખર આ વસ્તુ શું છે?

    આ પણ વાંચો: ભાજપનો પ્લાન- 2022 વિધાનસભા સાથે 2024 લોકસભા જીતવાનો રોડમેપ તૈયાર

    હજી આ અંગે કોઇ અધિકારિક નિવેદન સામે આવ્યુ નથી. પરંતુ હાર્વર્ડ સ્મિથસોનિયન સેન્ટર ફોર એસ્ટ્રોફિઝિક્સ ખાતે ખગોળશાસ્ત્રી જોનાથન મેકડોવેલે ટ્વીટ કર્યું હતું કે, તે સંભવતઃ ચાંગ ઝેંગ 3B સીરીયલ Y86 - ચીનના ઓર્બિટલ લોન્ચ વ્હીકલના પુનઃપ્રવેશનો કાટમાળ હોઈ શકે છે.


    ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં મેકડોવેલે જણાવ્યું હતું કે, યુએસ સ્પેસ ફોર્સના ડેટાના આધારે આ ઑબ્જેક્ટ "તે દિવસે (મે 12) એકમાત્ર રી-એન્ટ્રી છે, જે ભારતની નજીક ક્યાંક પડ્યો હતો." Aerospace.org એ પણ એવી જ આગાહી કરતા કહ્યું હતું કે, લોન્ચ વ્હીકલ 12 મેના રોજ સવારે 10.37 વાગ્યે (IST) પૃથ્વીના અવકાશમાં ફરી પ્રવેશ કરશે. (આ અંગેની વધુ માહિતી અહીંથી મેળવો)
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: આણંદ, ગુજરાત

    આગામી સમાચાર