આણંદ: 80થી વધુ મંડળો દ્વારા ગણેશ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું

News18 Gujarati
Updated: September 19, 2018, 9:28 PM IST
આણંદ: 80થી વધુ મંડળો દ્વારા ગણેશ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું
વિદ્યાનગર પાલીકા અને ફાયર વિભાગ દ્વારા ગણેશ વિસર્જન સમયે કોઇ અગમ્ય બનાવના બને માટે અને કોઇ અકસ્માતના સર્જાય તેના ભાગ રૂપે તમામ પ્રકારની વ્યવસ્થા કરાઇ હતી

વિદ્યાનગર પાલીકા અને ફાયર વિભાગ દ્વારા ગણેશ વિસર્જન સમયે કોઇ અગમ્ય બનાવના બને માટે અને કોઇ અકસ્માતના સર્જાય તેના ભાગ રૂપે તમામ પ્રકારની વ્યવસ્થા કરાઇ હતી

  • Share this:
સમગ્ર રાજ્યમાં ગણેશ મહોત્સવની રંગે ચંગે ઉજવણી થઇ રહી છે, ત્યારે પાંચ દિવસ બાદ હવે અલગ-અલગ મંડળોમાં ગણેશ વિસર્જનની શરૂઆત થઈ ચૂકી છે. આણંદના વિદ્યાનગર, કરમસદ અને મોગરીના મળી ૮૦થી વધુ મંડળો દ્વારા સ્થાપિત ગણેશજીની પ્રતીમાનુ આજે વિસર્જન કરવામાં આવ્યું. ડીજેના તાલ સાથે વાજતે-ગાજતે વિદ્યાનગરથી શોભાયાત્રા યોજી જોળ ગામ પાસે આવેલ મહી કેનાલમાં ગણપતિજીનું વિસર્જન કરવામાં આવ્યું.

વલ્લભ વિદ્યાનગર કરમસદ અને મોગરીમાં વિવિધ સ્થળોએ ગણેશ યુવક મંડળો દ્વારા ગણેશચતુર્થીના દિવસે ગણપતિ બાપાની વિવિધ મુદ્રાઓ સાથેની ધ્યાનાકર્ષક પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી હતી. સાત દિવસની પુંજા અર્ચના બાદ આજે વિદ્યાનગર ખાતે શહેર સહીત આજુબાજુના ગામોના મંડળો સ્થાપિત પ્રતિમા સાથે એકત્રિત થયા હતા અને ડીજેના તાલ સાથે વાજતે ગાજતે શ્રીજીની શાહી શોભાયાત્રા યોજી બાકરોલ નજીકના જોળ ગામ પાસે આવેલ મહી કેનાલમાં ગગનભેદી નારા સાથે વિસર્જન કરવામાં આવ્યું હતું.

વિદ્યાનગર પાલીકા અને ફાયર વિભાગ દ્વારા ગણેશ વિસર્જન સમયે કોઇ અગમ્ય બનાવના બને માટે અને કોઇ અકસ્માતના સર્જાય તેના ભાગ રૂપે તમામ પ્રકારની વ્યવસ્થા કરાઇ હતી, સાથે વિદ્યાનગર પોલીસની ટીમ તૈનાત કરાઇ હતી. વિવિધ મંડળો દ્વારા વાજતે ગાજતે ગણપતિજીને વીદાય આપી હતી.
First published: September 19, 2018, 9:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading