Home /News /gujarat /પિતા ડ્રાઇવર, પુત્રએ IIM-Aમાં એડમિશન મેળવ્યું, બદલશે પરિવારની કિસ્મત

પિતા ડ્રાઇવર, પુત્રએ IIM-Aમાં એડમિશન મેળવ્યું, બદલશે પરિવારની કિસ્મત

હિતેશ સિંઘની ફાઇલ તસવીર

આણંદમાં ગુજરાત કો-ઓપરેટિ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના એમડીના ડ્રાઇવરના સંતાને આઈઆઈએમનું લક્ષ્ય વિંધ્યું

ન્યૂઝ 18 ગુજરાતી : ગુજરાતીમાં એક કહેવત છે, 'નિશાન ચૂક માફ માફ નહીં નીચું નિશાન' આ કહેવતને આણંદના 22 વર્ષના હિતેશ સિંઘે સાર્થક કરી છે. પિતા ડ્રાઇવર હતા અને પૂત્રને આઈઆઈઆઈએમમાં દાખલ કરવાનું સ્વપ્ન જોતા હતા જે, હિતેશે સાર્થક કર્યું છે. આણંદમાં ગુજરાત કો-ઓપરેટિ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના એમડીના ડ્રાઇવર પંકજ સિંહના સંતાને આઈઆઈએમનું લક્ષ્ય વિંધ્યું છે.

પિતા જ્યારે જ્યારે તેમના બોસ સોઢી સાથે આઈઆઈએમ જોતા ત્યારે તેમને થતું કે એક દિવસ મારો પૂત્ર પણ અહીંયા ભણશે અને આખરે પૂત્ર હિતેશે કેટની પરીક્ષામાં જળહળતી સિદ્ધી મેળવી અને આઈઆઈએમના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર બિઝનેસ મેનેજમેન્ટના કોર્સમાં એડમિશન મેળવી લીધું છે. હિતેશ સિંઘનું સ્વપ્ન છે કે તે પોતાના પરિવારને આ સ્થિતિમાંથી બહાર લાવી અને તેનું કિસ્મત બદલશે. હિતેશે આણંદમાં ડેરી સાયન્સમાં બી.ટેકની ડિગ્રીમ મેળવી છે અને કેટની એક્ઝામમાં 96.12 પર્સન્ટાઇલ મેળવ્યા છે.

પંકજ સિંઘનો પરિવાર બિહારનો વતની છે, અને રોજગારીના કારણે ગુજરાતમાં સ્થાયી થયો હતો. હિતેશે નાનપણથી જ નક્કી કરી લીધું હતું કે પરિવારને આર્થિક રીતે મજબૂત કરવા માટે તે અથાક મહેનત કરી અને ઉચ્ચ અભ્યાસ કરશે અને એવી પદવી મેળવશે જેનાથી તેના પરિવારની સ્થિતિ સુધરે.
First published:

Tags: Anand, IIM-A