Home /News /gujarat /

ઘોડા છુટ્યા બાદ તબેલાને તાળા મારતુ AMC, હવે ડ્રાઇવરને અપાશે ટ્રેનિંગ

ઘોડા છુટ્યા બાદ તબેલાને તાળા મારતુ AMC, હવે ડ્રાઇવરને અપાશે ટ્રેનિંગ

એએમટીએસ અને બીઆરટીેસ બસ

બીઆરટીએસ અને એએમટીએસ દ્વારા વર્ષે અનેક અકસ્માત કરવામાં આવે છે. જેમાં અનેક લોકો મોતને ભેટે છે. ત્યારે હવે અનેક જીવ ગુમાવ્યા બાદ તંત્રને ટ્રેનિંગ આપવાની તસ્દી લીધી

    અમદાવાદ શહેરમાં યમદુત બની ફરી રહેલી બીઆરટીએસ અને એએમટીએસના ડ્રાઇવર માટે ટ્રેનિગનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરાયુ છે. પાંજરાપોળ પાસે બે સગાભાઇના થયેલા મોત બાદ સફાળુ જાગેલ તંત્ર હવે ડ્રાઇવરને ટ્રેનિંગ આપશે.

    વેસ્ટર્ન ઇન્ડિયા ઓટો મોબાઇલ એસોસિશનના (WIAA) ટ્રેનર દ્વારા શહેરમાં અકસ્માતનું પ્રમાણ ઘટે, ટ્રાફિક નિયમોથી તથા પેનલ્ટીથી વાકેફ થાય તેમજ સલામત ડ્રાયવિંગ રહે તે માટે એએમસી દ્વારા બીઆરટીએસ અને એએમટીએસના ડ્રાઇવર માટે ખાસ ટ્રેનિગનું આયોજન કરાયુ છે. ટ્રેનિંગમાં આરટીઓ અધિકારીઓ તથા ટ્રાફિક પોલીસ ખાતાના અધિકારીઓ પણ હજાર રહેશે.

    નોધનિય છે કે બીઆરટીએસ અને એએમટીએસ દ્વારા વર્ષે અનેક અકસ્માત કરવામાં આવે છે. જેમાં અનેક લોકો મોતને ભેટે છે. ત્યારે હવે અનેક જીવ ગુમાવ્યા બાદ તંત્રને ટ્રેનિંગ આપવાની તસ્દી લીધી છે. અને બીઆરટીએસ કોરીડોરમાં હવેથી એએમટીએસ બસ નહી દોડે તેવો નિર્ણય કર્યો છે.

    ઉલ્લેખનીય છે કે, અમદાવાદ, સુરત સહિત તમામ શહેરોમાં મહાનગરપાલિકા દ્વારા પબ્લીક ટ્રાન્સપોર્ટ માટે બસ ચલાવવામાં આવે છે. ત્યારે બસ ચાલકોના રફ ડ્રાઈવિંગના કારણે અત્યાર સુધીમાં અનેક લોકો કમોતે મોતને ભેટી ચુક્યા છે. વારંવાર બસની ટક્કરથી અકસ્માત વધતા લોકોનો રોષ વધતો જાય છે, જેને પગલે હવે બસ ડ્રાઈવરને અમદાવાદ મહાનગર પાલિકા ટ્રેનિંગ આપવાનું વિચારી રહી છે.
    First published:

    Tags: BRTS Bus, એએમટીએસ, બસ

    આગામી સમાચાર