Home /News /gujarat /બિટકોઈન મામલે મોટી કાર્યવાહી, અમરેલીના SP જગદીશ પટેલ સસ્પેન્ડ

બિટકોઈન મામલે મોટી કાર્યવાહી, અમરેલીના SP જગદીશ પટેલ સસ્પેન્ડ

જગદીશ પટેલ (ફાઇલ તસવીર)

    બિટકોઈન તોડ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અમરેલીના એસપી જગદીશ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, CID ક્રાઈમને અમરેલી SPના ખાતામાં આંગડિયા પેઢી મારફતે 1.32 કરોડ રૂપિયા મોકલનારા સુરતના વ્યક્તિની ભાળ મળી હતી. એસપી જગદીશ પટેલ સીઆઈડી ક્રાઈમને તપાસમાં પણ સહકાર આપતા ન હતા. આ પહેલા 24 એપ્રિલે અમરેલી જિલ્લાના SP જગદીશ પટેલની અટકાયત કરાઈ હતી.

    આ બાજુ, બીટકોઇન મામલે વધુ એક ખુલાસો સામે આવ્યો છે. સીઆઇડી ક્રાઇમની તપાસમાં સામે આવ્યું છે કે નોટબંધી સમયે બ્લેકમની બીટકોઇનમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. જેમાં સુરતના કેટલાંક બિલ્ડરો અને મોટામાથાઓની સંડોવણી સામે આવી શકે છે. આ સમગ્ર ઘટસ્ફોટ બીટકોઇન કૌભાંડમાં કથિત સંડોવાયેલ કિરીટ પાલડિયાએ કરી છે. પાલડિયાએ જણાવ્યું કે સુરત હવાલાકૌભાંડનું એપી સેન્ટર છે.તો કેટલાંક બિલ્ડરો હવાલાનું રૂપિયા બીટકોઇનમાં ટ્રાન્સફર કરી વિદેશ ફરાર થઇ ગયા છે. ઇડી સહિતની સેન્ટ્રલ એજન્સીઓએ સુરતમાં તપાસ તેજ બનાવી છે. તો સીઆઇડીની તપાસ વિદે્શ સુધી પહોંચી છે. જ્યારે અનેક મોટામાથાઓ વિદેશ ભાગવાની ફિરાકમાં છે.

    બીજી બાજુ, બિટકોઈન ક્રિપ્ટોકરન્સીના વિવાદમાં પોલીસ દ્વારા કરોડો રૂપિયાનો તોડ કરવાના કેસમાં આરોપી કેતન પટેલે હાઈકોર્ટમાં જામીન અરજી કરી છે. સુનાવણી બાદ, હાઈકોર્ટે સીઆઈડી ક્રાઈમને નોટિસ ફટકારી છે. આ કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે. સુનાવણી દરમિયાન, હાઈકોર્ટમાં અરજદારના વકીલની રજૂઆત હતી કે, આ કેસમાં તપાસ પૂર્ણ થઈ ચૂકી છે, તેની પાસે જે પણ માહિતી હતી તે તેણે તપાસ અધિકારીને આપી દીધી છે. આ કેસમાં તેની કોઈ ભૂમિકા નથી. બીજી તરફ, ફરિયાદી શૈલેષ ભટ્ટે આ જામીન અરજીનો વિરોધ કર્યો હતો. મહત્વનુ છે કે, થોડા દિવસ પહેલાં, નીચલી અદાલતે આરોપી અને વકીલ એવા કેતન પટેલની જામીન અરજી ફગાવી દીધી હતી. જેની સામે, કેતન પટેલે હાઈકોર્ટમાં અરજી કરી છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Bitcoin, Suspended

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन