Home /News /gujarat /અમિત શાહ આજે રાત્રે આવશે ગુજરાત, ભાજપના ચાણક્ય કરી શકે છે નવા સીએમની જાહેરાત

અમિત શાહ આજે રાત્રે આવશે ગુજરાત, ભાજપના ચાણક્ય કરી શકે છે નવા સીએમની જાહેરાત

અમિત શાહની ફાઈલ તસવીર

Gujarat Chief Minister Vijay Rupani Resigns: ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપ્યા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીન ચાણક્ય ગણતા અમિત શાહ રાત્રે ગુજરાત આવશે.

અમદાવાદ: ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું (Gujarat Chief Minister Vijay Rupani Resigns) આપ્યા બાદ ગુજરાતના રાજકારણમાં રાજકીય ભૂકંપ શરૂ થયો છે. જેને અનુલક્ષીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ આજે મોડી રાત્રે ગુજરાત (amit shah will come tonight gujarat) આવશે. ત્યારે આગામી 24 કલાકમાં ગુજરાતના મુખ્યમંત્રી અંગેની માહિતી મળી શકે છે. અમિતશાહ મંત્રીઓ તથા ઘારાસ્ભ્યો સાથે બેઠક કરી શકે છે. અને ગુજરાત નવા સીએમ અંગે મહત્વનો નિર્ણય લઈ શકે છે.

ગુરુવારે અચાનક શાહ આવ્યા ગુજરાત

મહત્વનું છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુરુવારે રાતે લગભગ 8 વાગે એકાએક અમદાવાદ આવી પહોંચ્યા હતા, રાતે તેઓ પારિવારિક કામ અર્થે તેમનાં બહેનને ત્યાં ગયા હતા, ત્યાર બાદ આજે સવારે રવાના થઈ ગયા હતા, સામાન્ય રીતે પરિવારના કામ માટે અમિત શાહ થોડા સમય માટે પણ અમદાવાદ વારંવાર આવતા હોય છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું અમદાવાદ એરપોર્ટ પર રાજ્ય ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મેયર કિરીટ પરમાર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે સ્વાગત કર્યું હતું.

અમિત શાહ આજે રાત્રે ફરીવાર ગુજરાત આવી રહ્યા છે. અમદાવાદમાં આવીને ગુજરાતની રાજનીતિ પર નજર રાખશે. આવતીકાલે ધારાસભ્યોની બેઠળ મળી શકે છે. તેમની ઉપસ્થિતિમાં નવા મુખ્યમંત્રીનું નામ નક્કી થઈ શકે છે. નવા મુખ્યમંત્રી તરીકે પાટીદાર આગેવાન નિશ્ચિત હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યાં છે. એ ઉપરાંત રાજ્યમાં બે નાયબ મુખ્યમંત્રીની પણ વિચારણા થઈ રહી છે.

આ પણ વાંચો: રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું, જાણો રાજ્યના કયા સીએમનો કેટલા કાર્યકાળ રહ્યો

ભાજપના તમામ ઘારાસભ્યોને ગાંધીનગર પહોંચવા આદેશ

ભાજપનાં ધારાસભ્યોમાં ભારે બેચેની છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પોતાના બધા જ ધારાસભ્યોને આવતીકાલે ગાંધીનગરમાં હાજર રહેવાના આદેશ આપ્યા છે. આવતીકાલે જ ભારતીય જનતા પાર્ટી દ્વારા ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી છે. એવામાં કાલે જ નવા મુખ્યમંત્રીની જાહેરાત કરી દેવામાં આવશે તેવી પ્રબળ શક્યતા છે. ભારતીય જનતા પાર્ટીની પરંપરા અનુસાર ધારાસભ્ય દળની બેઠકમાં બધા જ ધારાસભ્યો સામે નામની જાહેરાત કર્યા બાદ સર્વસંમતિથી મુખ્યમંત્રીની જાહેરાત થઈ શકે છે.
First published:

Tags: Aamit shah, Amit Shah Gujarat Visit, Vijay Rupani

विज्ञापन