Home /News /gujarat /

બજરંગ દળના કેમ્પમાં કંઇ ખોટું થયું હોય તો રાજ્ય સરકાર કરે કાર્યવાહી : અમિત શાહ

બજરંગ દળના કેમ્પમાં કંઇ ખોટું થયું હોય તો રાજ્ય સરકાર કરે કાર્યવાહી : અમિત શાહ

#ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે જો અયોધ્યાના કારસેવકપુરમમાં બજરંગ દળના કેમ્પમાં જો કંઇ ખોટું થયું હોય તો રાજ્ય સરકારે કાર્યવાહી કરવી જોઇએ.

#ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે જો અયોધ્યાના કારસેવકપુરમમાં બજરંગ દળના કેમ્પમાં જો કંઇ ખોટું થયું હોય તો રાજ્ય સરકારે કાર્યવાહી કરવી જોઇએ.

  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે જો અયોધ્યાના કારસેવકપુરમમાં બજરંગ દળના કેમ્પમાં જો કંઇ ખોટું થયું હોય તો રાજ્ય સરકારે કાર્યવાહી કરવી જોઇએ.

આજે કેન્દ્રમાં એનડીએ સરકારના 2 વર્ષ પુરા થવા અંગે ભાજપ અધ્યક્ષ અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં વિપક્ષ સામે પ્રહારો કરતાં એમણે કહ્યું કે, વિરોધીઓ પણ આ મુદ્દે ચુપ છે કે અમારી સરકારમાં હજુ સુધી ભ્રષ્ટાચારનો કોઇ મામલો સામે આવ્યો નથી.

15 દિવસ સુધી વિકાસ પર્વ

તેમણે કહ્યું કે, અમે કેન્દ્રમાં નિર્ણય લેનારી સરકાર બનાવી છે. અમે 2 વર્ષમાં ઘણા સારા કામ કર્યા છે. આગળના 3 વર્ષમાં પણ અમે ઘણા મોટા મોટા સારા કામ કરવા જઇ રહ્યા છીએ. પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, ભાજપ આવનારા 15 દિવસ સુધી વિકાસ પર્વ બનાવશે.

કેટલીક ચીજો સિવાય મોંઘવારી ઘટી

મોંઘવારીના મુદ્દે શાહે કહ્યું કે કેટલીક ચીજ વસ્તુઓને બાદ કરતાં અન્યોના ભાવ નીચે રહ્યા છે. તેમણે કહ્યું કે અગાઉની સરકારની સરખામણીએ મોંઘવારી ઓછી રહી છે.

ગરીબ કલ્યાણની યોજનાઓ

ભાજપ અધ્યક્ષે કહ્યું કે, કેન્દ્રની ભાજપ સરકારે 2 વર્ષમાં ગરીબો માટે કલ્યાણની ગણી યોજનાઓ શરૂ કરી છે. અમે 3 કરોડ ગરીબ પરિવારોને ઘર આપવાનું લક્ષ્ય રાખ્યું છે. ઉજ્જવલા યોજના અંતગર્ત ગરીબોને ફ્રી એલપીજી કનેકશન આપવામાં આવી રહ્યા છે. મુદ્રા યોજના અંતગર્ત અત્યાર સુધી 3 કરોડથી વધુ લોકોને લોન આપવામાં આવી છે.

પ્રથમ વખત યુરીયાની તંગી નહીં

અમિત શાહે કહ્યું કે, દેશમાં પ્રથમ વખત એવું થયું છે કે યુરિયાની તંગી નથી સર્જાઇ. કાળા બજારા નથી થયા. ખેડૂતો માટે પાક વીમા યોજના એમના જીવનમાં બદલાવ લાવશે.
First published:

Tags: Amit shah, કેન્દ્ર સરકાર, ભાજપ

આગામી સમાચાર