Home /News /gujarat /મોદીનું પીએમ બનવું હિન્દુત્વ માટે ગર્વની બાબત : અમિત શાહ
મોદીનું પીએમ બનવું હિન્દુત્વ માટે ગર્વની બાબત : અમિત શાહ
ભાજપના મિશન યૂપી 2017 માટે બેકગ્રાઉન્ડ તૈયાર કરવાની રણનીતિ કહો કે પાર્ટી અધ્યક્ષ અમિત શાહના મનની વાત, પરંતુ સોમવારે વૃંદાવનમાં જે કંઇ પણ થયું એને લઇને રાજકીય ગતિવિધિઓ જરૂરથી તેજ બની છે. અમિત શાહે અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાચા હિન્દુ રાષ્ટ્રવાદી ગણાવ્યા.

મથુરા # ભાજપના મિશન યૂપી 2017 માટે બેકગ્રાઉન્ડ તૈયાર કરવાની રણનીતિ કહો કે પાર્ટી અધ્યક્ષ અમિત શાહના મનની વાત, પરંતુ સોમવારે વૃંદાવનમાં જે કંઇ પણ થયું એને લઇને રાજકીય ગતિવિધિઓ જરૂરથી તેજ બની છે. અમિત શાહે અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાચા હિન્દુ રાષ્ટ્રવાદી ગણાવ્યા.
એક અંગ્રેજી અખબારના અહેવાલ અનુસાર અમિત શાહે કહ્યું કે, મોદી પહેલા વડાપ્રધાન છે જેમણે બનારસના ઘાટ પર આરતી કરી. તેમજ વિકાસના પથ પર એમણે ન માત્ર ભૌતિક પરંતુ આધ્યાત્મિક વિકાસની પણ લહેર ઉઠાવી છે. નવા બનેલા પ્રિયાકાંતજૂ મંદિરમાં અંદાજે બે લાખ લોકોની ભીડને સંબોધિત કરતાં અમિત શાહે કહ્યું કે, મોદી દેશની સાચી સંસ્કૃતિ અને પરંપરાઓને બચાવવાના કાર્યમાં લાગેલા છે અને આ સનાતન ધર્મ માટે ગર્વની વાત છે.
અમિત શાહ બાંકે બિહારી મંદિરના પ્રવાસ પર આવ્યા હતા અહીં તેમણે પ્રિયાકાંતજૂ મંદિરનું લોકાપર્ણ કર્યું હતું. તેમણે કહ્યું કે, કાશીમાં આરતી કરી મોદીએ લાખો લોકોના દિલોમાં આ વિચાર દ્રઢ કર્યો છે કે તે દેશની સંસ્કૃતિની રક્ષા કરી શકે એમ છે.
જોકે પોતાના ટૂંકા ભાષણમાં શાહે અહીં કોઇની સામે રાજકીય પ્રહાર કર્યા ન હતા.