Home /News /gujarat /ગુજરાત ચૂંટણી પ્રચાર: આજે અમિત શાહ, કાલે રાહુલ ગાંધી અને 16મીએ આવશે PM મોદી

ગુજરાત ચૂંટણી પ્રચાર: આજે અમિત શાહ, કાલે રાહુલ ગાંધી અને 16મીએ આવશે PM મોદી

ગુજરાતમાં આજે અમિત શાહ, કાલે રાહુલ ગાંધી અને 16મીએ આવશે PM મોદી આવશે.

ચૂંટણી પડઘમ શાંત થતા પહેલા કોંગ્રેસ અને ભાજપનાં સ્ટાર પ્રચારકો ગુજરાતમાં આવશે.

  ન્યૂઝ 18 ગુજરાતી : રાજ્યમાં 23મી એપ્રિલે મતદાન થવાનું છે ત્યારે હવે તમામ પક્ષનાં નેતાઓ મતદારોને પોતાની તરફ આકર્ષવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યાં છે. આજે રામનવમીનાં પર્વથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગર લોકસભા મતક્ષેત્રમાં રોડ- શો અને ગ્રુપ બેઠકો યોજવાના છે. બીજા દિવસે એટલે સોમવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સૌરાષ્ટ્રમાં એક જ દિવસમાં ત્રણ લોકસભા મતક્ષેત્રોમાં સભાઓ સંબોધશે. જ્યારે 17મી એપ્રિલે બુધવારે પીએમ મોદી બે દિવસનાં પ્રવાસે આવી રહ્યાં છે. તેઓ બીજા દિવસ ગુરુવારની સવારે સૌરાષ્ટ્રના અમરેલીમાં ચૂંટણી સભા યોજશે તે જ દિવસે બીજા રાઉન્ડમાં ગુજરાત આવનારા કોંગ્રેસના રાહુલ ગાંધીની સૌરાષ્ટ્રમાં સભાનું આયોજન આખરી તબક્કે છે.

  અમિત શાહનો કાર્યક્રમ

  ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અમિત શાહ રવિવારે કલોલમાં ડો. આંબેડરની પ્રતિમાથી રોડ- શો દ્વારા મતદારો સાથે લોકસંપર્કનો રાઉન્ડ શરૂ કરશે. ત્યારબાદ સાંજે ગાંધીનગર ઉત્તર વિધાનસભામાં આવતા 12 મોટા ભાગના કાર્યકરો, ખેડૂતો, પશુપાલકો સાથે રાંધેજામાં બેઠક યોજશે. જ્યારે ગાંધીનગર શહેરા કાર્યકરો, સ્થાનિક સ્વૈચ્છિક સંગઠનો સાથે પણ ગ્રુપ બેઠકો યોજી છે. આ ઉપરાંત મોડી રાતે તેઓ પ્રદેશના આગેવાનો સાથે રાજ્યની 26 બેઠકોની સમિક્ષા બેઠક યોજશે એમ પણ માનવામાં આવે છે.

  પ્રિયંકા ગાંધી પણ સભાઓ સંબોધશે

  કોંગ્રેસના પ્રિયકાં ગાંધી સૌરાષ્ટ્રમાં સોમનાથ અને ઉત્તર ગુજરાતમાં અંબાજીમાં દર્શન કરીને ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે. ગુજરાતમાં તેઓ ત્રણ ચૂંટણી સભાઓ સંબોધશે.

  રાહુલ ગાંધી ચૂંટણી પ્રચાર માટે 3 વાર આવશે

  કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી 15 એપ્રિલને સોમવારે સવારે અમરેલી, ભાવનગર અને જૂનાગઢ એમ એક જ દિવસમાં ત્રણ ચૂંટણી સભાઓ સંબોધશે. ત્યારબાદ 18 એપ્રિલે કેશોદ અથવા પોરબંદરમાં કોંગ્રેસની પ્રચાર સભાઓ યોજશે. જ્યાર બાદ 20મી એપ્રિલે બારડોલી, દાહોદ અને પાટણમાં જાહેરસભા કરશે તેમ કોંગ્રેસના આંતરિક સૂત્રો કહી રહ્યા છે.

  પીએમ મોદીનો બે દિવસનો પ્રવાસ

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 એપ્રિલની બપોરે 2 કલાકે અમદાવાદ એરપોર્ટ આવશે. ત્યાંથી 2.30 કલાકે સાબરકાંઠા લોકસભા માટે હિંમતનગરમાં ભાજપની જાહેરસભા સંબોધશે. બુધવારે ત્યાંથી સાંજે 4 કલાકે સુરેન્દ્રનગરમાં અને સાંજે 7 વાગ્યે આણંદમાં પ્રચાર કરશે. રાત્રે ગાંધીનગરમાં રોકાણ દરમિયાન તેઓ પ્રદેશ ભાજપના આગેવાનો સાથે રાજ્યની 26 બેઠકો ઉપર ભાજપની સ્થિતિ અંગે સમિક્ષા પણ યોજશે. બીજા દિવસ ગુરુવારે 18 એપ્રિલની સવારે વડાપ્રધાન અમરેલીમાં ચૂંટણી સભા સંબોધશે.

  ભાજપનાં સ્ટાર પ્રચારકો

  ભાજપે ગુજરાતમાં સ્ટાર પ્રચારકો ઉતારવાનું શરૂ કર્યુ છે. કેન્દ્રીય મંત્રી સુષમા સ્વરાજ, સ્મૃતિ ઈરાની ઉપરાંત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ સભાઓ સંબોધશે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Ahmedabad East S06p07, Gujarat Lok sabha election 2019, Lok sabha election 2019, Loksabha election 2019, North Gujarat lok sabha election 2019, Saurastra, અમદાવાદ, ગુજરાત

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन