Home /News /gujarat /

અમિત શાહ નીતિન પટેલને બહાર કાઢવા તૈયાર બેઠા છેઃ હાર્દિક પટેલ

અમિત શાહ નીતિન પટેલને બહાર કાઢવા તૈયાર બેઠા છેઃ હાર્દિક પટેલ

હાર્દિક પટેલ (ફાઇલ તસવીર)

  નીતિન પટેલ રાજીનામું આપશે તેવું એક પોસ્ટર વાયરલ થયા બાદ આજે શુક્રવારે નીતિન પટેલે આ અંગે મીડિયા સાથે વાતચીત કરીને તેમને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યાનો દાવો કર્યો હતો. આ અંગે હાર્દિક પટેલે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે વાયરલ થઈ રહેલા પોસ્ટર સાથે અમારે કોઈ લેવાદેવા નથી. નીતિન પટેલને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. તેમને બહાર કાઢવા માટે છેલ્લા ત્રણ ચાર દિવસથી ભાજપમાં કંઈક મોટું રંધાઈ રહ્યું છે.

  વાયરલ થઈ રહેલા પોસ્ટરમાં શું છે?

  વાયરલ પોસ્ટરમાં ડાબી બાજુ નીતિન પટેલ અને જમણી બાજુ હાર્દિક પટેલની તસવીર મૂકવામાં આવી છે. પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે 'સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે 26મી તારીખે મોટી માલવણ ખાતે પાટીદાર મહાપંચાયતમાં નીતિન પટેલ ભાજપમાંથી રાજીનામું આપીને હાર્દિક પટેલને ખુલ્લું સમર્થન આપશે.'

  વાયરલ થઈ રહેલું પોસ્ટર


  પોસ્ટર બાબતે હાર્દિકે શું કહ્યું?

  'ભાજપની અંદર છેલ્લા ત્રણ ચાર દિવસથી કંઈક મોટું રંધાઈ રહ્યું છે. નીતિનભાઈ પોતાના વર્ચસ્વ માટેની લડાઈ લડી રહ્યા છે. આ પોસ્ટર સાથે અમારે કોઈ લેવાદેવા નથી. ભાજપે જ પોસ્ટર બનાવ્યું છે. ભાજપમાં જૂથવાદ ચાલી રહ્યો છે. જેમાં નીતિન પટેલ મહોરું બની રહ્યા છે.'

  પોસ્ટર પાછળ ભાજપનો હાથ કેવી રીતે હોઈ શકે તે અંગે પૂછતા હાર્દિકે જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ નીતિન પટેલે સારું મંત્રી પદ મળે એ માટે બાંહો ચઢાવી હતી. તેમને મંત્રી પદ આપવામાં ન્હોતું આવી રહ્યું. પક્ષ સામે જ બાંહો ચઢાવીને નીતિનભાઈએ અમિતભાઈ શાહનો ઈગો હર્ટ કર્યો છે. એટલે જ હવે તેઓ નીતિનભાઈને બહાર કાઢવા માટે તૈયાર બેઠા છે. ગોરધન ઝડફિયા, પ્રવીણ તોગડિયા અને કેશુભાઈ પટેલ એ વાતના ઉદાહરણ છે કે ભાજપ સરકારમાં જો અમિત શાહ અને નરેન્દ્ર મોદીનો ઈગો હર્ટ થાય તો શું થાય.

  નીતિન પટેલને પણ આમંત્રણ આપ્યું છે

  ભાજપના ધારાસભ્યોને પાટિદાર પંચાયમાં આમંત્રણ આપવા બાબતે હાર્દિકે કહ્યું હતું કે, અમે ભાજપ અને કોંગ્રેસના તમામ ચૂંટાયેલા 42 ધારાસભ્યોને આમંત્રણ આપ્યું છે. નીતિનભાઈ પટેલ રિપીટ થયા હોવાથી તેમને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: અમિત શાહ, નિતિન પટેલ, હાર્દિક પટેલ

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन