Amit Shah in Gujarat: અમિત શાહનો ગુજરાત પ્રવાસનો બીજો દિવસ: કહ્યું 'સહકારી મંડળીમાં બહુ મોટી ક્રાંતિ આવશે, 6,500 કરોડનાં ખર્ચે નાબાડ સાથે જોડવામાં આવશે'
Amit Shah in Gujarat: અમિત શાહનો ગુજરાત પ્રવાસનો બીજો દિવસ: કહ્યું 'સહકારી મંડળીમાં બહુ મોટી ક્રાંતિ આવશે, 6,500 કરોડનાં ખર્ચે નાબાડ સાથે જોડવામાં આવશે'
પંચમહાલમાં અમિત શાહ
Gujarat latest news: અમિત શાહે જણાવ્યુ કે,'પંચમહાલ જિલ્લા સાથે જુનો સંબધ છે. પંચમહાલ, મહીસાગરનાં ખેડુતોને નુકસાન નહીં થવા દઈએ.'
નડિયાદ: કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહ (Amit Shah in Gujarat) આજે 29 મેના અને રવિવારના દિવસે ખેડા જિલ્લાના ગોધરા ખાતે એક દિવસીય મુલાકાતે આવ્યા છે. ગોધરામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ધી પંચમહાલ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.ના ઓકિસજન પ્લાન્ટ અને પંચમહાલ ડિ. કો. ઓ. બેંકના નવા ભવનનું લોકાર્પણ તેમજ પંચામૃત બટર કોલ્ડ સ્ટોરેજ (તાડવા) અને પંચામૃત ડેરી પ્લાન્ટ(માલેગાંવ-મહારાષ્ટ્ર)નું ઇ-લોકાર્પણ તથા પંચામૃત ડેરી પ્લાન્ટ (ઉજ્જૈન - મધ્યપ્રદેશ)નો ઇ-શિલાન્યાસ સમારોહનો કાર્યક્રમ યોજાયો હતો.
ગોધરામાં પંચામૃત ડેરીના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ
આ સાથે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ પંચમહાલના ગોધરામાં પંચામૃત ડેરીના નવીન ઓકિસજન પ્લાન્ટ, પંચમહાલ ડિસ્ટ્રિકટ બેંકની નવીન બિલ્ડિંગનું લોકાર્પણ કર્યુ છે. આ સાથે જ પંચામૃત બટર કોલ્ડ સ્ટોરેજ, પંચામૃત ડેરી પ્લાન્ટ (માલેગાંવ, મહારાષ્ટ્ર) નું ઈ લોકાર્પણ, મધ્યપ્રદેશના ઉજૈનમાં પંચામૃત ડેરી પ્લાન્ટનો ઈ શિલાન્યાસ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પંચમહાલ, દાહોદ, મહિસાગર સહિતના જિલ્લાના લોકોને સંબોધિત કરશે. એક લાખની કેપેસેટિવાળો વાતાકુલિન જર્મન ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. અમિત શાહની સાથે સાથે ભૂપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ, પરસો્ત્તમ રૂપાલા સહિત ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા.
'ખેડુતોને નુકસાન નહીં થવા દઈએ'
અમિત શાહે પોતાના સંબોધનમાં જણાવ્યુ કે, 'પીએમ મોદીએ પહેલીવાર કેન્દ્રમાં સહકાર મંડળ બનાવ્યું છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, પંચમહાલ જિલ્લા સાથે જુનો સંબધ છે. પંચમહાલ, મહીસાગરનાં ખેડુતોને નુકસાન નહીં થવા દઈએ.'
અમિત શાહે વધુમાં જણાવ્યુ કે, 'મારી ઉંમર ચૂંટણીમાં લડવાની ન હતી ત્યારથી, હું 19 વર્ષનો હતો ત્યારથી સહકારી આંદોલન સાથે જોડાયેલો છું.'
સહકારી મંડળીમાં બહુ મોટી ક્રાંતિ આવવાની છે:અમિત શાહ
આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ સંકુલનું આજે ભૂમિપૂજન કરશે
નડિયાદમાં લોકાર્પણ કાર્યક્રમો બાદ ગૃહમંત્રી અમિત શાહ ઓલિમ્પિક, કોમનવેલ્થ, એશિયન ગેમ્સ જેવી રમતોનું અમદાવાદમાં પણ આયોજન કરી શકાય તે માટે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ સંકુલનું આજે ભૂમિપૂજન કરશે. નારણપુરમાં 631 કરોડના ખર્ચે અમદાવાદ કોર્પોરેશન અને સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના સંયુકત ઉપક્રમે બનનાર સંકુલનું સાંજે સાડા ચાર વાગે ખાતમુર્હૂત કરવાના છે.
પંચામૃત ડેરી, ગોધરા ખાતે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ. https://t.co/kl3uy6fQ0t