લોકસભાની ચૂંટણીની ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઇ ગઈ છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પણ રાજ્યનાં ગાંધીનગરથી ચૂંટણી લડવાનાં છે. તે અંતર્ગત આજે 30 માર્ચે એટલે શનિવારે વિશાળ જનસમુદાય સાથે અમિત શાહે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. અમિત શાહે ઉમેદવારી ફોર્મ ભરતા સમયે સોગંધનામું કરી પોતાની જાહેર સંપત્તિની વિગત આપી છે. તો જોઈએ અમિત શાહ પાસે છે કેટલી સંપત્તિ.
અમિત શાહ પાસે કેટલી સંપત્તિ
- 2017-18માં અમિત શાહની 53.90 લાખની આવક
- 2017-18માં શાહની પત્નીની આવક 2.30 કરોડ
- 17.59 કરોડ રૂપિયાનું શેર્સમાં શાહે કર્યું છે રોકાણ
- શાહની પત્ની નામે શેર્સમાં 4.36 કરોડનું રોકાણ
- શાહે 14.97 કરોડની વારસાગત મિલકત દર્શાવી
- શાહ પાસે 3.26 કરોડની છે સ્વપાર્જીત મિલકત
- વડનગર અને દસક્રોઈ, ગાંધીનગરમાં જમીન અને પ્લોટ
- સોલા, મેમનગર, આશ્રમ રોડ, થલતેજ, માણસામાં મકાન
- 12.24 કરોડની કિંમતની શાહ પાસે સ્થાવર મિલકત
તમને જણાવી દઈએ કે, અમિત શાહ ગઈકાલે શુક્રવારે જ અમદાવાદ આવી પહોંચ્યા હતા, અમદાવાદ એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આજે પહેલા તેમણે રોડ શો કરીને શક્તિ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન તેઓએ અનેક સ્થળે રોકાઈને કાર્યકર્તાઓને સંબોધિત કર્યા અને મીડિયા સાથે વાતચીત કરી હતી.
News18 Indiaના સંવાદદાતા અમિત પાંડેય સાથેની વાતચીત દરમિયાન બીજેપી અધ્યક્ષે યૂપીએ અને એનડીએના સહયોગીઓ પર ટિપ્પણી કરી. શાહે કહ્યું કે, અમે તેવી પાર્ટીઓ સાથે છીએ જે દેશ હિત વિશે વિચારે છે. આ પહેલીવાર નથી કે એનડીએના પાર્ટનર સાથે આવ્યા છે, આ પહેલા પણ એકત્ર થયા છે અને દેશની જનતાને માલૂમ થાય કે કોણ સાચું છે એન કોણ ખોટું. એર સ્ટ્રાઇકના મુદ્દે અમિત શાહે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીના લોકો પાકિસ્તાનની ભાષા બોલે છે.
અમિત શાહનો રોડ શો લગભગ બપોરે 1 વાગ્યે પૂરો થયો હતો. બાદમાં બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે શનિવારે ગાંધીનગર લોકસભા સીટથી નામાંકન ભરી દીધુ છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર