હિતેન્દ્ર બારોટ, ગાંધીનગર: રાજ્યસભાના સભ્ય અમિત શાહ ગાંધીનગર અને સ્મૃતિ ઈરાની અમેઠી બેઠક પરથી લોકસભાના સભ્ય તરીકે ચૂંટાતા રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપશે. રાજ્યસભાની આ બે બેઠકો પર ચૂંટણી યોજાશે.
આ બે બેઠકો ખાલી પડશે, ત્યારે ગુજરાત વિધાનસભામાં સંખ્યાબળ જોતાં બીજેપી અને કોંગ્રેસને એક-એક બેઠક મળે તેમ છે. રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટવા માટે 61 એમએલએના મત જરૂરી છે. કોંગ્રેસ પાસે નિયત સંખ્યાબળ કરતાં વધુ મતો છે. જ્યારે બંને બેઠકો ભાજપને પાછી મેળવવી હોય તો કોંગ્રેસના 11 ધારાસભ્યોના મત ઓછા કરવા પડે તેમ છે.
વર્ષ 2017માં યોજાયેલ રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના એમએલએએ ક્રોસ વોટીંગ કર્યું હતું. જ્યારે કોંગ્રેસ પોતાની બેઠક જાળવી રાખવામાં સફળ રહ્યું હતું. રાજ્યસભાની ચૂંટણી સમયે ફરી એક વખત હોર્સ ટ્રેડિંગ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની ચેમ્બરમાં મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ, વૈધાનિક સંસદીય બાબતોના મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા અને મુખ્ય દંડક પંકજ દેસાઈએ અડધો કલાક સુધી બેઠક કરી હતી. જેમાં રાધનપુરના અલ્પેશ ઠાકોર સામેની કોંગ્રેસની દરખાસ્ત, આગામી બજેટ સત્રની તારીખો, આગામી રાજ્યસભાની ચૂંટણી સહિતના વિષયો ઉપર ચર્ચા કરી હતી.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર