પ્રણવ પટેલ, અમદાવાદઃ કોંગ્રેસમાં એક પછી એક મોટા નેતાઓ રાજીનામા આપી રહ્યાં છે. રાહુલ ગાંધી, પરેશ ધાનાણી બાદ હવે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ રાજીનામું આપ્યાની વાત વહેતી થઇ હતી, જો કે અમિત ચાવડાએ કહ્યું કે હારની જવાબદારી સ્વીકારવી એ મારી નૈતિક ફરજ છે. પરંતુ રાજીનામાની વાત ખોટી છે.
લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકો ઉપર કોંગ્રેસનો સફાયો થયો છે. આ હારને સ્વીકારી ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે મારી પ્રદેશ પ્રમુખ સિવાય પણ અન્ય ફરજો છે. જો કે રાજીનામું આપ્યું નથી.
સુત્રોના જણાવ્યા પ્રમાણે અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, એક સેનાપતિ તરીકે મારી નૈતિક જવાબદારી બને છે કે, આ હારને સ્વીકારીને પદની જવાબદારી પરથી દૂર થઉં. જોકે તેમણે રાજીનામાનો કોઇ ફોડ પાડ્યો નથી.
ઉલ્લેખનીય છેકે, લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ વિપક્ષના નેતા તરીકે પરેશ ધાનાણીએ રાજીનામું આપ્યા બાદ પ્રદેશ પ્રમુખે પણ રાજીનામું ધર્યું છે. આમ કોંગ્રેસ પક્ષમાં રાજીનામું આપવાનો દોર શરૂ થયો છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પદેથી ભરસિંહ સોલંકીએ રાજીનામું આપ્યા બાદ રાહુલ ગાંધીએ અમિત ચાવડાને નવા પ્રદેશ પ્રમુખ બનાવ્યા હતા. અમિત ચાવડા હાલમાં આંકલાવ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય છે.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર