ન્યૂઝ 18 ગુજરાતી: એક અમેરિકન મહિલાએ અમદાવાદની એક હોટલનાં સ્ટાફ અને ત્યાં ઉતરેલા લોકોનાં નાકમાં દમ કરી મુક્યો છે. અમેરિકન મહિલા પોતાની સાથે એક, બે નહીં પરંતુ 16 કૂતરા, બિલાડા અને બકરીને લઇને હોટલમાં રોકાવવા આવી ગઇ હતી. ત્યારે આ હોટલ નહીં પરંતુ પ્રાણીસંગ્રાહલય વધારે લાગે છે.
મહિલાને અમેરિકન એમ્બેસીને ફોન કર્યો
આ મામલે મળતી માહિતી પ્રમાણે એક અમેરિકન મહિલા અમદાવાદના કાંકરિયા લેક પાસે આવેલી હોટલ સિલ્વર સ્પ્રિંગમાં રોકાવવા માટે આવી હતી. આ મહિલા હોટલનાં માલિક માટે માથાનો દુઃખાવો બની ગઇ છે. આ મહિલાએ પોતાની સાથે 7 કુતરા, 8 બિલાડી અને બકરી સાથે 3 દિવસથી હોટલમાં ધામા નાખ્યા છે. આ મહિલાનાં પશુ પ્રેમનાં કારણે હોટલમાં ઉતરતા બીજા પ્રવાસીઓ માટે મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. આ મહિલાએ રાતે 3 વાગે હોટલમાં ચેકઇંગ કર્યું હતું. આ હોટલ ઇન્ટરનેશનલ હતી તેથી મહિલા રાતે આવી તો પણ તેને રૂમ આપ્યો હતો. પછી મેનેજરને કહ્યું હતું કે મારો લગેજ આવે છે. તેના લગેજની સાથે પ્રાણીઓ પણ આવ્યાં હતાં. ત્યારે એ જોઇને મેનેજર પણ ચોંકી ગયો હતો. ત્યારે જ મેનેજરે મહિલાને પ્રાણીઓ લઇ જેવાની ના પાડી હતી. ત્યારે મહિલાએ અમેરિકન એમ્બેસીમાં ફોન કર્યો હતો. આ હોટલવાળાએ પ્રાણીઓને સંભાળવા માટે પાંજરાપોળ અને આશા ફાઉન્ડેશનનાં સભ્યો ને બોલાવ્યાં પરંતુ મહિલા તો ટસની મસ ન થઇ અને પોતાનાં પ્રાણીઓને રૂમમાં લઇ જઇને ત્યાં જ બાંધી દીધા હતાં.
આ પ્રાણીઓનાં અવાજને કારણે હોટલનાં અન્ય ઉતારૂઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે. આ મહિલાને અમદાવાદથી કેરળ જવું છે, પણ તેની પાસે રૂપિયા ન હોવાથી તે અમેરિકન એમ્બેસી પાસે મદદ માગી રહી છે. આ સિવાય મહિલાએ કેરળમાં તેના મિત્ર પાસે પણ રૂપિયાની માંગ્યા છે. મિત્રએ મદદની ના પાડી કહ્યું કે રહેવા માટે મકાન છે પણ મારી પાસે રૂપિયા નથી. અમદાવાદથી બાય રોડ કેરળ જવા માટે મહિલાને 60 હજાર રૂપિયાની જરૂર છે અને મહિલા પાસે હાલ માત્ર 15 હજાર રૂપિયા જ છે. તો હવે જોવાનું એ રહ્યું કે આ હોટલ માલિક અને અમેરિકન મહિલા શું કરશે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર