Home /News /gujarat /

અમદાવાદની વીએસ હોસ્પિટલના 17 ડોક્ટરો ટીબીનો ભોગ બન્યા

અમદાવાદની વીએસ હોસ્પિટલના 17 ડોક્ટરો ટીબીનો ભોગ બન્યા

વીએસ હોસ્પિટલની ફાઇલ તસવીર

હંમેશાં વિવાદોનું કેન્દ્ર બનતી વીએસ હોસ્ટિપલમાં એક સાથે 17 ડોક્ટરો ટીબીનો ભોગ બન્યા છે.

    દીપિકા ખુમાન, અમદાવાદઃ અમદાવાદ નામાંકિત વીએસ હોસ્પિટલમાં એક નહીં બે નહીં પરંતુ 17 ડોક્ટરો બીમાર હોવાનું બહાર આવ્યું છે. હંમેશાં વિવાદોનું કેન્દ્ર બનતી વીએસ હોસ્ટિપલમાં એક સાથે 17 ડોક્ટરો ટીબીનો ભોગ બન્યા છે.

    મળતી માહિતી પ્રમાણે SVPઅને VSમાં ફરજ બજાવતા 17 ડોકટરો પોતે જ બીમાર છે. દર્દીઓની રાત - દિવસ સારવાર કરતા ડોકટરો ખુદ જ બીમાર પડ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે કુલ 17 ડોકટરો ટીબી જેવી બીમારીથી છેલ્લા લાંબા સમયથી પીડિતા હતા. જેમાં 2 ડોક્ટરો પીડીયાટ્રીકમાં, 7 ડોકટરો મેડીસીનના, 2 એનેસ્થેસિયામાં અને સર્જરીના 3 ડોકટરો TB ગ્રસ્ત હોવાથી સામે આવ્યુ છે.

    આ સાથે 4 ડોકટરો અત્યંત ગંભીર એવા TB એટલે કે MDR(Multiple-drug resistant TB)થી પીડિત હોવાનો રિપોર્ટ છે. TB એટલે કે MDRમાં 2 મહિના માટે રોજ એન્ટી-TB ડ્રગના ઇન્જેકશન લેવા પડે છે. અને 12થી 18 મહિના TB એટલે કે MDR સારવાર લેવી પડે છે.

    આ પણ વાંચોઃ-અત્યાધુનિક ફાયર સેફ્ટી ધરાવે છે અમદાવાદની આ 23 માળની બિલ્ડિંગ

    સામાન્ય ટીબીમાં પણ 6થી 9 મહિના સુધી સારવાર લેવી પડે છે. ડોકટરો ટીબીથી પીડિત હોવા છતાં તંત્ર અજાણ હોવાનું પણ ખુલ્યું છે. આ વિશે ડેપ્યુટી મ્યુ.કમિશનરે જણાવ્યું કે હવેથી સમયાંતરે ડોક્ટર્સની તપાસ કરવામાં આવશે. ડોક્ટર્સની સ્ક્રીનીંગ થતું હોય છે. તે પણ કરવામાં આવશે. સાથે જ જણાવ્યું કે ડોક્ટરોને સેલ્ફ પ્રોટેક્શન રાખવા માટેના પણ આદેશ આપવામાં આવશે. જેથી આગામી સમયમાં આવાં કિસ્સા ન બને.
    Published by:ankit patel
    First published:

    Tags: Ahmadabad, VS Hospital, ગુજરાત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन