વિભુ પટેલ, અમદાવાદ : પ્રદૂષણ સામે બાથ ભીડવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ( Ahmedabad Municiple corporation- AMC )એ 300 ઇલેક્ટ્રિક બસો (Electric Buses) દોડાવાનો નિર્ણય કર્યો છે. શહેરના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા (Vijay Nehra)એ જાહેરાત કરી છે કે આગામી 6-8 મહિનામાં તબક્કાવાર શહેરમાં 300 બસો જનમાર્ગ પર દોડશે.
આજે મળેલી જનમાર્ગની બેઠકમાં મ્યુનિસિપલ કમિશનરને આ નિર્ણય લીધો છે. અગાઉ અશોક લેયલેન્ડ કંપનીની 18 બસો શરૂ કરવામાં આવી હતી. કંપનીને કુલ 50 બસો શરૂ કરવા માટે ઑર્ડર આપવામાં આવ્યો છે. આજે અપાયેલી મંજૂરી મુજબ ટાટા કંપનીની 300 ઇલેક્ટ્રિક બસો જનમાર્ગ પર ટૂંક સમયમાં દોડશે.
તાજેતરમાંજ 29મી ઑગસ્ટે અમદાવાદની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 18 ઇલેક્ટ્રિક બસોને લીલી ઝંડી બતાવી હતી. શાહે જે બસોનો પ્રારંભ કરાવ્યો હતો તેની ક્ષમતા 50 મુસાફરોની છે. આ બસની વિશેષતા એ છે કે તેનો દરવાજો જ્યાં સુધી ખૂલ્લો હોય ત્યાં સુધી તે આગળ વધતી નથી.
એ.એમ.સી.એ વસાવેલી 18 બસોમાં જે બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેમાં સ્વૉપ ટેક્નોલોજી વાપરવામાં આવી છે. ભારતમાં આ ટેક્નોલોજીનો પ્રથમ વખત ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એક વખત બેટરી સ્વોક કર્યા બાદ બસને 40 કિલોમીટર સુધી ચલાવી શકાય છે.
આજે મળેલી બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ નવી ઇલેક્ટ્રિક બસોને 'ગ્રોસ કોસ્ટ મેથડ' મુજબ પ્રતિ કિલોમિટરના ભાવથી ભાડું ચૂકવવામાં આવશે. હાલ ઇલેક્ટ્રીક બસોમાં બે પદ્ધતિ પ્રસિદ્ધ છે. પ્રથમ પદ્ધતિમાં બસની બેટરીને ચાર્જ કરવા માટે ફાસ્ટ ચાર્જિગનો ઉપયોગ થાય છે. જ્યારે બીજી પદ્ધતિમાં બસમાં બેટરી બદલી આપવામાં આવે છે. રાણીપ ખાતે ઇલેક્ટ્રિક બસોના ફાસ્ટ ચાર્જિંગ માટેની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે જેમાં વર્તમાનમાં વપરાતી બસોની બેટરી બદલવામાં આવે છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર