Home /News /gujarat /

અમદાવાદ: ખોખરામાં રાયપુર ભજીયા હાઉસ પર બુલડોઝર સાથે પહોંચી AMCની ટીમ, સ્થાનિકોએ કરી બબાલ

અમદાવાદ: ખોખરામાં રાયપુર ભજીયા હાઉસ પર બુલડોઝર સાથે પહોંચી AMCની ટીમ, સ્થાનિકોએ કરી બબાલ

AMC

AMC: આ ઘટના શુક્રવારે બની હતી જેમાં AMCની ટીમ અચાનક જ વગર કોઇ નોટિસે બુલ્ડોઝર લઇને સ્થળ પર પહોંચી ગયા હતાં. આ મામલે અમદાવાદનાં દુકાન માલિકો, ખોખરા વિસ્તારનાં કોર્પોરેટર જેપી પરમાર અને સ્થાનિકો સાથે AMCનાં કર્મચારીઓની બોલાચાલી થઇ હતી અને બબાલ વધી હતી. જે બાદ સ્થાનિકો સાથે બબાલ વધતા AMCની ટીમ સ્થળ પરથી રવાના થઇ ગઇ હતી.

વધુ જુઓ ...
    અમદાવાદ: શહેરમાં ગત મહિને ખોખરા વિસ્તારમાં આવેલાં રાયપુર ભજીયા હાઉસમાં આગની ઘટના બની હતી. ગેસનો બાટલો ફાટતાં આ આગ લાગી હતી. જોકે આ આગજનીમાં કોઇ જાનહાની થઇ ન હતી. આ ઘટનાને એક મહિના જેટલો સમય થવા આવ્યો છે. ગત 6 માર્ચ 2022નાં રોજ આગજનીની ઘટના બની હતી. જ્યારે હવે આ જગ્યાએ ફરી ઇમારતનું નિર્માણ કરવાનું કાર્ય બિલ્ડર દ્વારા કરવામાં આવી રહ્યું છે. ત્યારે AMCની ટીમ કોઇ પણ પ્રકારની નોટિસ વગર બુલ્ડોઝર લઇને પહોંચી ગયા હતાં.

    આ પણ વાંચો-અમદાવાદ: શંકાશીલ પતિએ તમામ હદ વટાવી, સુંદર પત્નીને કોઇ સાથે વાતચીત કે ધાબે પણ એકલા જવાની મનાઇ

    આ ઘટના શુક્રવારે બની હતી જેમાં AMCની ટીમ અચાનક જ વગર કોઇ નોટિસે બુલ્ડોઝર લઇને સ્થળ પર પહોંચી ગયા હતાં. આ મામલે અમદાવાદનાં દુકાન માલિકો, ખોખરા વિસ્તારનાં કોર્પોરેટર જેપી પરમાર અને સ્થાનિકો સાથે AMCનાં કર્મચારીઓની બોલાચાલી થઇ હતી અને બબાલ વધી હતી. જે બાદ સ્થાનિકો સાથે બબાલ વધતા AMCની ટીમ સ્થળ પરથી રવાના થઇ ગઇ હતી.



    6 માર્ચ 2022નાં લાગી હતી મોટી આગ
    અમદાવાદ શહેરના ખોખરા સર્કલ પાસે ભીષણ આગ લાગી હતી. ખોખરા સર્કલ પાસે આવેલી રાયપુર ભજીયા હાઉસ નામની દુકાનમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આ આગ એટલી ઝડપી પ્રસરી રહી છે કે, આજુબાજુની દુકાનો સહિત દુકોનાની ઉપર લાગેલા હોર્ડિંગ્સ પણ બળીને ખાખ થઇ ગયા હતા. આગ લાગી હોવાનો ફાયરબ્રિગેડને કોલ મળતાં 4 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો જોકે આ ઘટનામાં આગ લાગ્યા બાદ દુકાનની અંદર ખુબ જ ભયાનક બ્લાસ્ટ પણ થયો હતો. અમદાવદ શહેરના ભરચક વિસ્તાર ખોખરા સર્કલ પર આવેલી રાયપુર ભજીયા હાઉસ નામની દુકાનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનાને પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આગ લાગ્યા બાદ આજુબાજુમાં આવેલી 4 થી 5 દુકાનો પણ આગની લપેટમાં આવી હતી.
    Published by:Margi Pandya
    First published:

    Tags: અમદાવાદ, એએમસી`

    આગામી સમાચાર