Home /News /gujarat /

AMC તંત્રની ખુલી આંખે પોલમ પોલ, ડિવાઇડરના પેવર બ્લોક જમીન નીચે પુરવાનું કૌભાંડ

AMC તંત્રની ખુલી આંખે પોલમ પોલ, ડિવાઇડરના પેવર બ્લોક જમીન નીચે પુરવાનું કૌભાંડ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર માનીતા કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવા માટે હર હંમેશા માટે મહેરબાન હોય છે. ત્યારે વધુ એક મહેરબાની મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની જોવા મળી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર માનીતા કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવા માટે હર હંમેશા માટે મહેરબાન હોય છે. ત્યારે વધુ એક મહેરબાની મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની જોવા મળી છે.

  • Pradesh18
  • Last Updated :
અમદાવાદ# અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર માનીતા કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવા માટે હર હંમેશા માટે મહેરબાન હોય છે. ત્યારે વધુ એક મહેરબાની મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની જોવા મળી છે. એપીએમસી વાસણાથી અંજલી ચાર રસ્તાના ડિવાઇડર અને ફુટપાથ કામને લઇને, જેમાં તંત્રએ ખુલી આંખની પોલમ પોલ જોવા મળી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જાણે કોન્ટ્રાક્ટરોની મહેરબાનીથી ચાલતી હોય તેવા ઘટા સર્જાયો છે. ક્લાસ વન ઓફિરોની હાર માળા ધરાવતી અમદાવાદ કોર્પોરશન હર હંમેશા માટે કોઇના કોઇ વિવાદમાં હોય છે. ત્યારે વધુ એક વિવાદ સાથે કૌભાંડ કોર્પોરેશનના નામે ચડ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનને એપીએમસી વાસણાથી અંજલી ચાર રસ્તા સુધી પાંચ કિમીના રસ્તા પર નવા ડિવાઇડર અને ફુટપાથ બનાવાનો કોન્ટ્રાક્ટ ડી.એન.પી ઇન્ફ્રાસ્ટ્રકચર કંપનીને આપ્યો છે.

પરંતુ તમામ નિયમોને નેવે મુકી કોન્ટ્રાક્ટર કામ કરી રહ્યું છે. એ પણ સત્તાપક્ષ અને તંત્રની મહેરબાનીના કારણે, કંપનીએ જૂના પેવર બ્લોક અને ડીવાઇડરના પત્થર સ્ટોરમાં જમા કરવાના હોય છે. પરંતુ તંત્રની મહેરબાની છે કે, કોર્પોરેશન પાસે પેવર બ્લોક અને પત્થરો કોય હિસાબ જ નથી. તો બીજી તરફ નિયમ છે કે, પત્થર અને પેવર બ્લોક સારો હોય તો, ફરી ઉપયોગ કરવાનો હોય છે, પણ અહીં તો અધિકારીઓ અને નેતાઓની મીઠી નજર નીચે જ પેવર બ્લોકને જમીન નિચે પુરાણ કરી ખુલો ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે.

પાંચ કિમીના કામને લઇ દોઢ કરોડનો કોન્ટ્રાક્ટર અપાયો છે. જેમાં કોન્ટ્રાક્ટરે પેવર બ્લોક અને પત્થર જો સારો હોય તો ફરી ઉપયોગ કરવાના રહે છે. પરંતુ તંત્રની બલીહારી એવી છે કે, પેવર બ્લોક જમીન નિચે પુરાણ કરી દેવાય છે. અને પથ્થરનો કોઇ હિસાબ નથી, તેમજ નવા પત્થરો નાખી કોન્ટ્રાક્ટરને લાભ અપાઇ રહ્યો છે.

કહેવાય છે કે, જે કંપનીને કોર્પોરેશને કામ આપ્યું છે, તે કંપની તમામ સત્તાપક્ષ અને તંત્રની ગુડબુકમાં નામ છે. આથી જ ડીવાઇડર પર ચાલી રહેલી પોલમ પોલ પર કોઇ પગલા લેવાઇ રહ્યાં નથી અને સામેથી નવા પત્થરો નાખી કંપનીને ફાયદો કરવાની પેરવી થઇ રહી છે. ક્યાં સુધી કોર્પોરેશન આ પ્રકારને પ્રજાના પૈસાનો ધુમાડો કરતી રહેશે.
First published:

Tags: એએમસી, કોન્ટ્રાક્ટર, કૌભાંડ, જમીન, તંત્ર

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन