Home /News /gujarat /

અમદાવાદ: કોરોના રસી લેનારા 15થી 18 વયના વિદ્યાર્થીઓ પૈકી પાંચને મળશે iPhone, જાણો કઇ રીતે

અમદાવાદ: કોરોના રસી લેનારા 15થી 18 વયના વિદ્યાર્થીઓ પૈકી પાંચને મળશે iPhone, જાણો કઇ રીતે

અમદાવાદ મ્યુનિ કોર્પોરેશન (AMC) વિસ્તારમાં અત્યાર સુધીમાં અંદાજે ૧.૮૦ લાખ જેટલા ૧૫ થી ૧૮ વર્ષના બાળકોને કોવિડ -૧૯ વેકસીનેશન કરવામાં આવેલ છે . 

કોવિડ -૧૯ વેકસીનેશન લેનાર ૧૫ થી ૧૮ વયના વિદ્યાર્થીઓ પૈકી લકી ડ્રો મારફતે પસંદગી પામેલા ૫ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ સ્વરૂપે iPhone અપાશે.

અમદાવાદ : શહેરમાં (Ahmedabad) તમામ નાગરીકોને કોવિડ -૧૯ વેક્સીન (Covid 19 vaccine) મળી રહે તે સારું તબક્કા વાઈઝ કોવિડ -19 વેકસીનેશન મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવી છે . જે અંતર્ગત ૩ જાન્યુઆરી -૨૦૨૨ થી ૧૫ થી ૧૮ વર્ષના તમામ બાળકોનું કોવિડ -૧૯ વેકસીનેશન થાય તે માટે શહેરની તમામ પ્રાઇવેટ / મ્યુનિસિપલ શાળાઓમાં સર્વે હાથ ધરી કોવીડ -૧૯ રસી આપવાની કામગીરી કરવામાં આવેલ છે. અમદાવાદ મ્યુનિ કોર્પોરેશન (AMC) વિસ્તારમાં અત્યાર સુધીમાં અંદાજે ૧.૮૦ લાખ જેટલા ૧૫ થી ૧૮ વર્ષના બાળકોને કોવિડ -૧૯ વેકસીનેશન કરવામાં આવેલ છે .

આ ઉપરાંત અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ ટ્યુશન કલાસીસ / એજ્યુકેશન ઇન્સ્ટીટયુટ ખાતે અભ્યાસ માટે આવતા ૧૫ થી ૧૮ વર્ષના વિધાર્થીઓનું કોવિડ -૧૯ વેકસીનેશન કરવાનું થાય છે . જેથી જે તે સંચાલક દ્વારા પોતાના ટ્યુશન કલાસીસ / એજ્યુકેશન ઇન્સ્ટીટયુટ ખાતે આવતા તમામ ૧૫ થી ૧૮ વર્ષના વિધાર્થીઓમાં કોવિડ -૧૯ વેકસીનેશન તે સુનિશ્ચિત કરવાનું રહેશે .

આ પણ વાંચો - ગુજરાતમાં કોરોનાથી મૃત્યુમાં સહાયના દાવા અને સરકારના આંકડા વચ્ચે છે જબ્બર તફાવત, SCમાં રજૂ કર્યા આંકડા

તદુપરાંત ૧૫ થી ૧૮ વર્ષના બાળકોમાં મહત્તમ કોવિડ -૧૯ વેકસીનેશન થાય તે સારું વધુ એક પ્રયાસના ભાગરૂપે તા .૦૩,૦૧,૨૦૨૨ થી ૨૪,૦૧,૨૦૨૨ દરમ્યાન જે ૧૫ થી ૧૮ વર્ષના વિદ્યાર્થીઓ કોવીડ -૧૯ વેક્સીન લીધેલ હશે તેવા તમામ લાભાર્થીઓ પૈકી લકી ડ્રો મારફતે પસંદગી પામેલ ૫ ( પાંચ ) વિદ્યાર્થીને પ્રોત્સાહન ઇનામ સ્વરૂપે રૂ .૬૦,૦૦૦ / - સુધીની કિંમતના વ્યક્તિદીઠ ૧ iPHONE મોબાઈલ એમ કુલ ૫ ( પાંચ ) IPHONE મોબાઈલ ૨૬ જાન્યુઆરી , ગણતંત્ર દિવસના રોજ આપવાનું નક્કી કરવામાં આવેલ છે.

અમદાવાદ મ્યુનિ કોર્પોરેશન (AMC) વિસ્તારમાં અત્યાર સુધીમાં અંદાજે ૧.૮૦ લાખ જેટલા ૧૫ થી ૧૮ વર્ષના બાળકોને કોવિડ -૧૯ વેકસીનેશન કરવામાં આવેલ છે .


આ પણ વાંચો - શરદી-ખાંસીમાં તમે પણ ડોક્ટરને પૂછ્યા વગર જ Azithromycin ગળી લો છો? તો જાણો નિષ્ણાતની ચેતવણી

આમ , સ્કૂલો / ટ્યુશન કલાસીસ / એજ્યુકેશન ઇન્સ્ટીટયુટ ખાતે અભ્યાસ કરતા ૧૫ થી ૧૮ વર્ષના વિધાર્થીઓ આ સ્કીમ દરમ્યાન કોવિડ -૧૯ વેકસીન મેળવી લે તે સુનિશ્ચિત જે તે સંચાલક દ્વારા કરવાનું રહેશે . તેમજ આ બાબતે કોઈ મદદની જરૂરિયાત હોય તો AMCના સબંધિત ઝોનના ડે.હેલ્થ ઓફીસરનો સંપર્ક કરવાનો રહેશે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Corona in Gujarat, Corona vaccine, અમદાવાદ, કોરોના વાયરસ, ગુજરાત

આગામી સમાચાર