Home /News /gujarat /

બોપલ ઘટના બાદ તંત્ર જાગ્યું, ઓગણજ અને જોધપુરમાં પાણીની ટાંકી તોડી પડાઇ

બોપલ ઘટના બાદ તંત્ર જાગ્યું, ઓગણજ અને જોધપુરમાં પાણીની ટાંકી તોડી પડાઇ

જર્જરીત પાણીની ટાંકીની તસવીર

અમદાવાદ કોર્પોરેશનની હદમાં આવેલી પાણીના ટાંકીનો સર્વે કરવાનો આદેશ કમિશનર દ્વારા કરાયો હતો. જે અંતર્ગત શહેરમાં 50થી વધુ જર્જરીત ટાંકીઓ સામે આવી હતી.

    પ્રણવ પટેલ, અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર આખરે મોડે મોડું પણ જાગ્યું ખરૂ છે. અને શહેરમાં રહેલી જર્જીરત ટાંકી દુર કરવાની કામગીરી એએમસી તંત્ર દ્વારા કરાવામાં આવી છે. બોપલ પાણી દુર્ઘટના અને નિકોલ પાણી ટાંકી દુર્ધટના બાદ કુંભ કર્ણ નિદ્રામાંથી એએમસી તંત્ર જાગ્યું છે.

    શહેરમાં અમદાવાદ કોર્પોરેશનની હદમાં આવેલી પાણીના ટાંકીનો સર્વે કરવાનો આદેશ કમિશનર દ્વારા કરાયો હતો. જે અંતર્ગત શહેરમાં 50થી વધુ જર્જરીત ટાંકીઓ સામે આવી હતી. જે પાણી ટાંકીઓ એસ્ટેટ વિભાગ દ્વારા ઉતારી લેવાની કામગીરી ચાલી રહી છે.

    આજે ઓગણજ અને જોધપુર વોર્ડમાં રહેલી જર્જરીત અને બિન ઉપયોગી પાણી ટાંકી ઉતારી લેવામાં આવી છે. ફાયર વિભાગની ટીમ અને એસ્ટેટ વિભાગ ટીમ દ્વારા આ કામગીરી થઇ રહી છે. આસપાસના ઘરોને કોઇ નુકશાન ન થાય તે માટે જર્જરીત ટાંકીની આસપાસ વિસ્તાર બેરીકેટ લગાવી કોર્ડન કરાયો હતો.

    આ પણ વાંચોઃ-હું ભાજપમાં નથી જોડાયો : ભજનિક કલાકાર હેમંત ચૌહાણ

    ઉલ્લેખનીય છે કે, બોપલ વિસ્તારમાં તેજસ સ્કૂલની બાજુમાં આવેલી 25 વર્ષ જૂની ટાંકીને અચાનક ધરાશાયી થઇ હતી. જેમાં ત્રણ લોકોના મોત અને 9 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટના બાદ એમએમસી હરકતમાં આવ્યું હતું .

    અમદાવાદમાં સર્વે કરીને જર્જરીત ટાંકીઓને તોડી પાડવાની કામગીરી શરૂ કરી હતી. જેના ભાગ રૂપે ઘૂમામાં આવેલી પાણીની ટાંકી તોડી પાડી હતી. અને હવે અન્ય બે વિસ્તારોમાં પણ પાણીની ટાંકી તોડી પાડવાની કામગીરી હાથધરવામાં આવી છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Water tank, એએમસી, ગુજરાત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन